Home Crime અજરખપુરના એ ગુમ થયેલા બાળકો સાથે શું થયુ હતુ.? અરેરાટી સર્જતા કિસ્સાનો...

અજરખપુરના એ ગુમ થયેલા બાળકો સાથે શું થયુ હતુ.? અરેરાટી સર્જતા કિસ્સાનો ભેદ ઉકેલવા પોલિસની 6 ટીમ મેદાને : હત્યાની કલમ ઉમેરાઇ 

9057
SHARE
હવે ક્યારેય નહી ગુંજે એ બાળકની કીલકારી।… હવે ક્યારે એ બાળકી ડરના ઓછાયાથી બહાર આવશે?… શુ હેવાનને ન દેખાઇ એ માસુમ બાળકોની માસુમીયત ખીલખીલાટ સાથે રમતા એ બાળકો સાથે દુખદ ઘટનાથી પોલિસ સહિત ગ્રામજનો વ્યથિત બન્યા છે ભુજ તાલુકાના અજરખપુર ગામેથી ગુમ થયેલા બે માસુમ બાળકોના ગુમ થવા મામલે ખુબ કરૂણ અંજામ આવ્યો છે. ગઇકાલે 11 વાગ્યે બાળકો ગુમ થયા બાદથી પોલિસ,પરિવાર અને સ્થાનીક લોકો બાળકોની શોધ કરી રહ્યા હતા તે વચ્ચે આજે બાળકો કબ્રસ્તાન નજીકના દુર્ગમ વિસ્તારમાંથી સ્થાનીક લોકોને શોધખોળ દરમ્યાન મળી આવ્યા હતા જેમાં એક બાળક મૃત હાલતમાં ત્યા પડ્યો હતો અને એક બાળકી બેભાન અવસ્થામાં ત્યાથી મળી આવી હતી પોલિસે તાત્કાલીક આ અંગે તપાસ શરૂ કરવા સાથે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી અને શરૂ થઇ લાંબી તપાસ પંચનામુ અને એફ.એસ.એલ સહિત ડોગ સ્ક્વોડ મદદથી ગુન્હો શોંધવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ ઘટનાની જાણ થતા પોલિસના ઉચ્ચ અધિકારી બોર્ડર રેન્જ આઇ.જી.પીયુષ પટેલ પશ્ચિમ કચ્છ એસ.પી એમ.એસ.ભરાડા સહિત એસ.ઓ.જી. એલ.સી.બીનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી હતી.

આખરે શું થયુ હતુ બાળકો સાથે ? પોલિસ માટે કોયડો આ શંકાના આધારે તપાસ શરૂ

બુધવારે બાળકો ગુમ થયા બાદ પોલિસે અપહરણ અને ગુમ નોંધ નોંધ્યા બાદ સોશિયલ મીડીયાની મદદથી ગુન્હાનો ભેદ ઉકેલવા માટે અલગઅલગ ટીમ બનાવી હતી તે દરમ્યાન આજે બાળકો મળી આવતા પોલિસના ઉચ્ચ અધિકારીઓ સાથે તપાસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યા બન્ને બાળકો અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા. જેમાં ત્રણ વર્ષના બાળકની લાશ મળી હતી જ્યારે અઢી વર્ષીય બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાં પડી હતી જેને પ્રાથમીક સારવાર ભુજમાં આપ્યા બાદ હાલ તેને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડાઇ છે. પોલિસે ઘટનાની પ્રાથમીક તપાસ બાદ પશ્ચિમ કચ્છ પોલિસવડા એમ.એસ.ભરાડાએ જણાવ્યુ હતું કે બાળકોના શરીર પર ઇજાના નિશાનો સાથે ગુપ્તાંગો ઉપર પણ ઇજા દેખાઇ છે. મેડીકલ પરિક્ષણ અભીપ્રાય માટે પોલિસે બાળકનો મૃતદેહ જામનગર મોકલ્યો છે. તો બાળકીની સારવાર સાથે તેની સાથે શારીરિક છેડછાડ થઇ છે કે નહી તે પણ પોલિસ તપાસ કરી રહી છે. કોઇ માનસિક વિકૃત શખ્સે આ કૃત્ય કર્યુ હોય તેવુ પોલિસનુ અનુમાન છે અને તે દિશામાં પોલિસ તપાસ કરી રહી છે.

પોલિસે બનાવી 6 ટીમ હત્યાની કલમ ઉમેરાઇ મેડીકલ રીપોર્ટ ખોલશે રાઝ 

બનાવ ગંભીર હોવાનુ પ્રાથમીક રીતે જ પામી ગયેલી પોલિસે બાળકો ગુમ થયા અંગે જાણ સાથેજ તપાસ તેજ કરી હતી. અને અલગ અલગ ટીમો તેના પર કામ કરી હતી. તે વચ્ચે હવે બાળકની હત્યા અને બાળકી પર હુમલાની કલમ 302 અને 306 સહિત અપહરણનો ગુન્હો પોલિસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોધ્યો છે અને મેડીકલ રીપોર્ટની રાહ જોવા સાથે પોલિસને મળેલી કેટલીક કડીના આધારે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી છે. જેમાં પધ્ધર પોલિસ,એલ.સી.બી.,એસ.ઓ.જી.,ખાવડા પોલિસ,મહિલા પોલિસ ,પેરોલ ફર્લો સ્ક્વોડ સહિત મુન્દ્રાના કેટલાક અધિકારીઓ સાથેની 6 ટુકડી તૈયાર કરી છે. જે અલગ-અલગ દિશામાં કામ કરી રહી છે. તો સ્થળ પર પોલિસને એક મોટરસાઇકલની ચાવી પણ મળી છે. જે દિશામાં પણ પોલિસ તપાસ કરશે પોલિસને આશા છે કે ઝડપથી તેઓ આ કરૂણ ઘટનાને અંજામ આપનાર નરાધમો સુધી પહોંચશે.
ઘટનાની કરૂણતા તો જુઓ જે બાળકોની મુસ્કાન જોઇ ભલાભલા પથ્થરદીલ માણસો પણ પીગળી જાય તેવા બાળકોની માસુમીયત પણ હેવાનને દેખાઇ નહી. એકની હત્યા કરી તો માસુમ બાળકી પર પણ અત્યાચાર ગુજાર્યો પરિવારના સભ્યો હાલ ઇદમાં ખુદાની બંદગી કરવામાં વ્યસ્ત છે. પરંતુ તે વચ્ચે તેમના પર આ ઘટનાએ વ્રજઘાત કર્યો છે તો પોલિસ માટે એક પડકાર છે આ ઘટનાને અંજામ આપનાર સુધી પહોંચવું જો કે માસુમ બાળકો સાથેની આ ઘટનાથી સમગ્ર કચ્છમાં અરેરાટી સાથે દુખની લાગણી જોવા મળી રહી છે.