Home Crime ઇન્દોરમાં ઝડપાયેલા દેશવ્યાપી IPLના સટ્ટામાં સંડોવાયેલો ભુજનો બુકી કોણ?

ઇન્દોરમાં ઝડપાયેલા દેશવ્યાપી IPLના સટ્ટામાં સંડોવાયેલો ભુજનો બુકી કોણ?

1678
SHARE
ક્રિકેટમાં પણ કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે ત્યારે તાજેતરમાં યોજાયેલી IPL દરમ્યાન સટ્ટા રમાયાના કિસ્સાઓ પોલીસ ચોપડે ચડ્યા હતા આવાજ એક મોટા સટ્ટામાં ઇન્દોર સાયબર ક્રાઇમે અંકિત જૈન નામના શખ્સની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમ્યાન ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી હતી આ સમગ્ર કરોડોના કાળા કારોબારમાં ગુજરાતના હરેશ ચૌધરીનું ભેજું કામ કરતું હોવાની વિગતો પોલીસને મળી હતી TVમાં થતા મેચના પ્રસારણથી 8થી 10 સેકન્ડ અગાઉ websiteના માધ્યમથી મેચના ચડાવ ઉતારની માહિતી મેળવીને કરોડોની ઉથલ પાથલ સટ્ટા દ્વારા કરવાની ટ્રીક હરેશ ચૌધરીએ વિકસાવી હોવાનું બહાર આવ્યું છે જેમાં website ને હેક કરીને આ સટ્ટા કિંગ ટોળકીએ દેશભરમાં સટ્ટાની કરોડોની હારજીત કરી હોવાનું સામે આવ્યું છે જોકે આ કાળા કારોબારના તાર દેશની સાથે વિદેશ અને પાકિસ્તાન સાથે પણ જોડાયેલા હોવાની આશંકા સાથે ઇન્દોર પોલીસે હાથ ધરેલી તપાસ દરમ્યાન આ સટ્ટાના ગેરકાયદેસરના કારોબારમાં લિપ્ત વ્યક્તિઓને ટ્રેસ કરતા કેટલાક દેશ બહાર હોવાનું જણાતા લુકઆઉટ નોટિસ પણ બહાર પાડેલી અને આ કાર્યવાહી દરમ્યાન સટ્ટાનું ભેજું ગણાતા હરેશ ચૌધરીની પત્ની પૂનમ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઇ હતી પોલીસે પૂનમની કરેલી પૂછપરછ અને તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં દેશની સાથે ગુજરાતભરના બુકીઓના નામો પોલીસને મળ્યા છે અને ખાસ કરીને સરહદી કચ્છના જિલ્લા મથક ભુજમાં રહેતા કમલેશ ઠક્કર નામના વ્યક્તિનું નામ પણ ખુલતા કચ્છમાં સટ્ટો રમવાના શોખીનોમાં ચકચારની સાથે ડરનો માહોલ છવાયો છે આ સમગ્ર પ્રકરણને લઈને આવનારા દિવસોમાં કચ્છમાં પણ બુકીઓ અને સટોડિયાઓ સામે તપાસનો રેલો લંબાય એવા સંકેત ઇન્દોર અને ગુજરાત પોલીસે આપી દીધા છે.