Home Crime પુર્વ કચ્છના કુખ્યાત બુટલેગરનો લાખોનો શરાબ સ્થાનીક પોલિસને અંધારામાં રાખી RR સેલ...

પુર્વ કચ્છના કુખ્યાત બુટલેગરનો લાખોનો શરાબ સ્થાનીક પોલિસને અંધારામાં રાખી RR સેલ એ ઝડપ્યો હવે શુ થશે કાર્યવાહી ?

2746
SHARE
એક તરફ ગુજરાતમાં કડક દારૂબંધીના અમલની વાતો થઇ રહી છે. પરંતુ જાણે પોલિસનો કોઇ ડરજ ન હોય તેમ લાખો રૂપીયાનો દારૂ કચ્છ અને ગુજરાતમાં ઘુસાડાઇ રહ્યો છે. ત્યારે આવોજ એક મોટો જથ્થો ભચાઉના શિકરા નજીકથી બોર્ડર રેન્જ આર.આર.સેલએ ઝડપી પાડ્યો છે. આર.આર સેલને બાતમી મળી હતી કે ભચાઉના શિકરા નજીક પંજાબ તરફથી આવેલી એક ટ્રકમાં લાખોનો શરાબ ઘુસાડાયો છે. અને તેથી પોલિસે રેડ કરી કટીંગ થતો હતો તે સમયેજ 34.58 લાખનો 795 પેટી અંગ્રેજી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે નવાઇ વચ્ચે મોટા જથ્થાની સાથે દારૂની હેરફેર કરનારા પણ ઝડપાયા છે. આર.આર.સેલએ 4 શખ્સોની આ મામલે ધરપકડ કરી ભચાઉ પોલિસને વધુ તપાસ માટે સુપ્રત કર્યા છે. જો કે જે માલ મંગાવનાર મુખ્ય સુત્રધાર છે. તેવા કુખ્યાત બુટલેગટર સહિત તેના અન્ય ત્રણ સાગરીતો રેડ પહેલા નાશી જવામાં સફળ રહ્યા હતા. પોલિસે 34.58 લાખના દારૂ-બિયર સહિત ચાર કાર બે બાઇક સહિત 75લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

કોણ છે. મુખ્ય સુત્રધાર શુ પકડાશે કે પછી……

સ્થાનીક પોલિસને પણ અંધારામાં રાખી રાત્રે થયેલી આ કામગીર બોર્ડર રેન્જ આઇ.જી.પી પીયુષ પટેલના માર્ગદર્શન મુજબ કરાઇ હતી. જે મામલે રાત્રે રેડ તો કરાઇ પરંતુ મુખ્ય સુત્રધાર એવો ભચાઉ સહિત પુર્વ કચ્છમાં કુખ્યાત શખ્સ અશોકસિંહ બાલુભા જાડેજા નાશી જવામાં સફળ રહ્યો હતો જ્યારે તેના અન્ય સાગરીત કેવલસિંહ પ્રવિણસિંહ પરમાર,રવિરાજસિંહ લાલુભા જાડેજા,ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા અને ધમેન્દ્રસિંહ જાડેજા નાશી જવામાં સફળ રહ્યા હતા. જો કે તે હવે પકડાશે કે ક્યારે પકડાશે તે સમય જ કહેશે જો કે હાલ આર.આર.સેલએ માદેવ ભચા રબારી,મયુરસિંહ અભયસિંહ સોઢા,સુભાષ મોહનલાલ વાંણદ અને રમેશ અરજણ કોલીને ઝડપી તેની વધુ પુછપછ શરૂ કરી છે. તો તમામ મુદ્દામાલ સહિત ઝડપાયેલા શખ્સોને ભચાઉ પોલિસ મથકે સુપ્રત કરાયા છે.

શુ સ્થાનીક પોલિસ સામે આ મામલે કાર્યવાહી થશે 

જાંબાઝ અધિકારી તેનો બહાદુર ડી સ્ટાફને અંધારામાં રાખી આર.આર.સેલએ મહત્વપુર્ણ કહી શકાય તેવી કામગીરી તો કરી પરંતુ અહી સવાલો અનેક છે. જો મદદગારી કરનાર પકડાઇ જવામાં સફળ રહ્યા તો શુ બુટલેગર ચાલાક છે. કે જેને પહેલાથી ગંધ આવી ગઇ છે. પોલિસ ત્રાટકવાની છે. શુ ખરેખર અશોકસિંહને સ્થાનીક પોલિસ ઝડપી પાડશે અગાઉ કેટલો માલ કચ્છમાં ઉતારાયો અને કેટલા સમયથી કચ્છમાં આ રીતે અશોકસિંહ દ્વારા દારૂ મંગાવાઇ રહ્યો છે. જો સ્થાનીક પોલિસને અંધારામાં રાખી આર.આર.સેલએ કાર્યવાહી કરી તો શુ સ્થાનીક પોલિસના કર્મચારી અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી થશે? આવા અનેક સવાલ આ કાર્યવાહી સાથે ઉભા થયા છે. અને આશા છે. પોલિસ તેનો જવાબ કાર્યવાહી રૂપે આપશે.
એક સમય હતો જ્યારે ક્વોલેટી કેસ કોઇ પોલિસની હદ્દમાં થાય તે સાથે બદલી અને કાર્યવાહી જે તે પોલિસ મથકના અધિકારી અને કર્મચારી સામે થતી પરંતુ લાંબા સમયથી તે પ્રથા જાણે બંધ થઇ હોય તેમ લાખો કરોડોના દારૂથી લઇ જુગારની અનેક મોટી રેડ પણ થઇ પરંતુ કોઇ અસરકારક કામગીરી તે પોલિસ મથકના અધિકારી કે કર્મચારી સામે થઇ નથી કેમકે આટલો મોટો દારૂ તેમની જાણ બહાર ઘુસી જાય તેટલી નબળી તો પોલિસ નથીજ અને જો એવુ છે. તો કુખ્યાત બુટલેટરને પાંજરે પુરવા સાથે પોલિસ સામે કાર્યવાહી થાય તે કાયદાના હિતમાં છે.