Home Current જીજ્ઞેશ મેવાણી અને હેનરી ચાકોની મુલાકાતમાં બેંક કૌભાંડના કચ્છ કનેક્શનના કડાકા ભડાકા?

જીજ્ઞેશ મેવાણી અને હેનરી ચાકોની મુલાકાતમાં બેંક કૌભાંડના કચ્છ કનેક્શનના કડાકા ભડાકા?

2936
SHARE
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના કચ્છ પ્રવાસે રાજકીય હલચલ સર્જી છે તે વચ્ચે હેનરી ચાકો સાથેની તેમની મુલાકાતે સવાલોની સાથે ચર્ચા જગાવી છે. ભુજના ઉમેદભુવનમાં દલિત અધિકાર સંઘ દ્વારા આયોજીત જીજ્ઞેશ મેવાણીના લોકદરબાર પૂર્વે ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ પ્રીવેન્ટીવ કાઉન્સિલના હેનરી ચાકો વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ? કચ્છના અનેક બહુચર્ચિત કૌભાંડો ખુલ્લા પાડવામાં હેનરી ચાકોની ભૂમિકા મહત્વની રહી છે. કરોડોનું પાણી પુરવઠાનું પાઇપલાઇન અને ટેન્કર કૌભાંડ, પૂર્વ કલેકટર પ્રદીપ શર્માના જમીન કૌભાંડ, નલિયા કાંડ અને હમણાં ચર્ચાતા ભદ્રેશ મહેતાના કરોડોના લોન કૌભાંડમાં તેમણે શરૂ કરેલી લડતના કારણે હેનરી ચાકો હમેંશા ચર્ચામાં રહ્યા છે. રાજ્ય અને દેશભરમાં અત્યારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એક લડાયક રાજનેતા તરીકે ઉભરી રહ્યા છે અને હવે તેમણે કચ્છ એકતા મંચની સ્થાપના દ્વારા કચ્છના પ્રશ્નો માટે લડત નું એલાન કર્યું છે ત્યારે જીજ્ઞેશ અને હેનરી બંનેની મુલાકાત સૂચક ગણી શકાય. આ મુલાકાત સંદર્ભે ન્યૂઝ4કચ્છે હેનરી ચાકોનો સંપર્ક કર્યો તો તેમણે કચ્છ એકતા મંચના જીજ્ઞેશ મેવાણીના વિચારને આવકાર્યો હતો. પોતે ભદ્રેશ મહેતાના કરોડો રૂપિયાના બેંક લોન કૌભાંડની ચર્ચા કરી હોવાનું કહેતા હેનરી ચાકોએ જણાવ્યું હતું કે IDBI, દેનાબેન્ક, કોર્પોરેશન બેંક, RBL, HDFC, ICICI અને સ્ટેટ બેંક સહિતની બેંકોમાં થયેલા નાણાકીય વ્યવહારો, બેંકો દ્વારા અપાયેલી લોનની કરોડોની રકમની તપાસ કરવા અને લોન પેટે અનેક ખેડૂતોની જમીનો ખેડૂતોની જાણ બહાર ગીરવે મુકાઈ ગઈ હોઈ ખેડૂતોને ન્યાય મળે તે માટે પોતે કચ્છ એકતા મંચને ટેકો આપવાનું વિચારી રહ્યા હોવાનું હેનરી ચાકોએ ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું. આ સિવાય બહુચર્ચિત નલિયા કાંડ, કચ્છના વહીવટી તંત્ર માં પેસી ગયેલા ભ્રષ્ટાચારની ચર્ચા કરાઈ હતી. હવે શું? હેનરી ચાકોએ આશા વ્યક્ત કરી હતી કે કચ્છના પ્રશ્નો માટે જીજ્ઞેશ મેવાણી સંવેદનશીલ છે અને જીજ્ઞેશના લડાયક સ્વભાવને કારણે કચ્છના પ્રશ્નો ઉકેલાશે. જોકે, ભદ્રેશ મહેતાની લોન કૌભાંડમાં ધરપકડ કરાયા બાદ તેમના નાણાંકિય કૌભાંડના કચ્છ કનેક્શનનની વાતો વચ્ચે હેનરી ચાકોએ કચ્છ ભાજપના નેતાઓના નામનો ઉલ્લેખ કરીને તપાસ માંગી છે. આ કૌભાંડમાં અનેક ખેડૂતોની જાણબહાર તેમની જમીન ગીરવે મૂકીને કૌભાંડિયાઓ એ કરોડો રૂપિયાની લોન લઇ લીધી છે હવે આવનારા સમયમાં જીજ્ઞેશ મેવાણીની સાથે લોન કૌભાંડ મામલે લડત ચલાવશે એવું હેનરી ચાકો એ જણાવ્યું છે, એ જોતાં લાગે છે કે આવનારા સમયમાં કડાકા ભડાકા થશે.