ભુજના ભીડનાકા વિસ્તારમા આવેલી પ્રખ્યાત બિલ્ડર જુથની હોટલ ઓધવમા ચાલતા જુગારધામ પર પોલિસે દરોડો પાડી મોટી સફળતા મેળવી છે હોટલમાં રૂમ ભાડે રાખી આ શખ્સો જુગાર રમતા રમાડતા હતા પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે રાત્રે હોટલ પર દરોડો પાડ્યો હતો અને બે મહિલા સહિત 6 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો જેને ઝડપવા પોલિસે તપાસ તેજ કરી છે LCB એ રોકડ સહિત 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલિસે રોકડ 44,300રોકડ મોબાઇલ નંગ 6 તથા બાઇક 1.25લાખની દરોડા દરમ્યાન કબ્જે કર્યા છે.
કઇ બે મહિલા ઝડપાઇ અન્ય કોન ઝડપાયુ?
ભુજ LCB એ પાડેલા આ દરોડામા અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મુદ્દે ચર્ચામાં રહેલી હોટલ ઓધવમા દરોડો દરમ્યાન પ્રમુખસ્વામી નગરમા રહેતી લક્ષ્મીબેન વાલજીભાઇ સોની માધાપરમા રહેતી જ્યોતીબેન લાલજીભાઇ પીપડીયા(પટેલ) તથા સંજયકુમાર કનૈયા સીંગ, સંજીવકુમાર સિતારામ યાદવ, અરૂણભાઇ ભોલેનાથ વાધમરે,હિતેષ લક્ષ્મીદાસ ઠક્કર ઝડપાયા હતા જ્યારે હીરેન ઠક્કર ભાગવામા સફળ રહ્યો હતો LCB એ વધુ તપાસ માટે બી-ડીવીઝન પોલિસને હવાલે કરાયા છે જો કે ટુંકા ગાળામા જ કાર્યવાહી બાદ તમામને જામીન મુક્ત કરાયા હતા જો કે LCB એ પણ તપાસ કરે તે જરૂરી છે કે હોટલની આ જુગારધામમા શુ ભુમિકા છે કે નહી?