Home Current કંડલાના દરિયામાં ડૂબેલા બાર્જ ના ૭ ક્રૂ મેમ્બરનું શુ થયું?રાત્રે ૨ વાગ્યા...

કંડલાના દરિયામાં ડૂબેલા બાર્જ ના ૭ ક્રૂ મેમ્બરનું શુ થયું?રાત્રે ૨ વાગ્યા સુધી કંડલાપોર્ટમાં દોડધામ

1208
SHARE
કંડલાપોર્ટના મરીન ડિપાર્ટમેન્ટ દ્વારા રાત્રે ૯ વાગ્યે વહેતા થયેલા મેસેજે સૌના જીવ અઘ્ધર કરી મુક્યા હતા. કંડલાના દરીયામાં ગયેલા રિશી શીપીંગ કંપનીના બાર્જના સિગ્નલો મરીન કન્ટ્રોલ રૂમ માં આવતા એકાએક બંધ થઈ ગયા હતા. ગિરી-૩ નામના આ બાર્જમાં ૭ ક્રૂ મેમ્બરો હોઈ સૌને તેમની સલામતીની ચિંતા હતી. અનેક પ્રયત્નો પછી પણ બાર્જ સાથનો સંપર્ક ન થતા કંડલાપોર્ટ ના સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જે અંગે KPT ના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ ન્યૂઝ4કચ્છને આપેલી સતાવાર માહિતી મુજબ રાત્રે શરૂ કરાયેલ રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન મધરાતે ૨ વાગ્યે બાર્જ ના ૭ ક્રૂ મેમ્બર ને બચાવી લેવાયા હતા. એક તબક્કે ૭ ક્રૂ મેમ્બર ડૂબી ગયાં હોવાની સૌને ચિંતા હતી, પણ રેસ્ક્યુ ઓપરેશન સલામત રીતે પાર પડ્યું અને સાતેસાત ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા. આ રેસ્ક્યુ દરમ્યાન કંડલાપોર્ટના ઇન્ચાર્જ ચેરમેન આલોકસિંઘ તેમ જ મરીન ડિપાર્ટમેન્ટ ના ડેપ્યુટી કંઝર્વેટર કેપ્ટન શ્રીનિવાસન ના માર્ગદર્શન હેઠળ કંડલાપોર્ટના બાર્જ તેમ જ ટગ સાથેના સ્ટાફે રેસ્ક્યુની કામગીરી કરી હતી.

બાર્જ શું છે?

પોર્ટ ની ભાષામાં મધ્યમ કક્ષાના વહાણ ને બાર્જ કહેવાય છે. આ બાર્જ નું કામ મધદરિયે થી મોટા જહાજોને પોર્ટના કિનારે લઈ આવવાનું હોય છે. જ્યારે ખલાસીઓ ને ક્રૂ મેમ્બર કહેવાય છે. પોર્ટના પોતાના બાર્જ હોય છે આ ઉપરાંત ખાનગી શીપીંગ કંપનીઓ પણ બાર્જ રાખે છે, જેનો ઉપયોગ પણ પોર્ટ દ્વારા કરાતો હોય છે.