Home Current PGVCL સામે ભાવ વધારવા મુદ્દે કચ્છ કોન્ટ્રાક્ટરોના વિરોધને હવે સૌરાષ્ટ્રનો ટેકો-શું પડશે...

PGVCL સામે ભાવ વધારવા મુદ્દે કચ્છ કોન્ટ્રાક્ટરોના વિરોધને હવે સૌરાષ્ટ્રનો ટેકો-શું પડશે જનજીવન ઉપર અસર?

1492
SHARE
પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો અને વીજ તંત્ર વચ્ચે ની મડાગાંઠ હવે વધુ ઉગ્ર બની રહી છે. કચ્છના કોન્ટ્રાક્ટરોએ ૧૧મી જૂન થી સંપૂર્ણપણે પોતાના કામકાજ બંધ રાખીને શરૂ કરેલો વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે. હવે કચ્છની સાથે સૌરાષ્ટ્રના વીજ કોન્ટ્રાક્ટરો પણ સમર્થનમાં આવ્યા છે અને સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ૧૩મી જૂને રાજકોટ મધ્યે PGVCL ના MD ભાવિન પંડ્યાને આવેદનપત્ર આપીને ૧૫ મી જૂને કામ થી અળગા રહી ધરણાની અને ૧૮ મી જૂન થી અચોક્કસ મુદતની હડતાલ અંગે જાહેરાત કરી છે.

શું છે જનજીવન પર અસર?

આપણા કચ્છના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં PGVCL નું મોટાભાગનું કામ કોન્ટ્રાકટ ઉપર જ ચાલે છે. એટલે કોન્ટ્રકટરોની હડતાલના કારણે નાના મોટા તમામ કામો ને અસર પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે. વીજ કોન્ટ્રાકટર એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઈ માતા એ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ૧૧ મી તારીખ થી જ વીજ ફોલ્ટ રીપેરીંગ, ટ્રાન્સફોર્મર રીપેરીંગ કે નવું બદલવાની, વીજ થાંભલાઓ બદલવાની , નવા લગાડવાની, ડી.પી. ,વીજ વાયરો ઉપરાંત તમામ પ્રકારના કોન્ટ્રાક્ટના વાહનો પણ બંધ છે. એટલે, વીજ કોન્ટ્રકટરોની હડતાલની ગંભીર અસર સમગ્ર કચ્છમાં છે. પણ, કચ્છના વીજ અધિકારીઓ સાચી માહિતી આપતા નથી અને હડતાલ પુરી થાય તે માટે સમાધાન કરવા તૈયાર નથી. એટલે PGVCL ની જિદ ના કારણે ખેડૂતો, ઔદ્યોગિક એકમો અને દુકાનો, ઓફિસો ઉપરાંત ઘેર વીજ કનેક્શન ધરાવતા અનેક વીજ ગ્રાહકો પરેશાન છે.પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. કચ્છમાં ૧૨૫ જેટલા કોન્ટ્રાકટરો છે જેમની હડતાલ થી ૪૦૦૦ હજાર જેટલા કામદારો ને અસર પહોંચી હોવાનો દાવો પ્રમુખ ગોપાલ માતા એ કર્યો છે. હવે ઉપર ચોમાસુ છે ત્યારે વીજ લાઇન નું સમારકામ પણ પૂરું થયું ન હોઈ જો વરસાદ પડશે તો વીજ ફોલ્ટ ના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે.

શા માટે કોન્ટ્રાક્ટરો એ કરવી પડી હડતાલ?

PGVCL ના કોન્ટ્રકટરો ના કહેવા પ્રમાણે છેલ્લા ૫ વરસ થયા એ જ જુના ભાવો થી કામ કરીએ છીએ. એક બાજુ દરેક ચીજો માં ભાવ વધારો હોઈ હવે જુના ભાવો માં કામ પરવડતું નથી. ભાવ વધારો અમે માંગતા નથી પણ રાજ્યના ઉર્જા વિભાગના બીજા ઝોનમાં અને ગેટકોમાં જે ભાવો ચાલે છે ત જ ભાવો અમને જોઈએ છે તેવું કહેતા ગોપાલભાઈ માતાએ ખુલાસો કર્યો હતો કે હડતાલ પછી PGVCL કચ્છની કચેરીએ સોશીયલ મીડીયા પર લોલીપોપ જેવો ભાવ વધારાનો સર્ક્યુલર ફેરવ્યો છે, જે અમને મંજૂર નથી.

એક જ નેતાએ જવાબ આપ્યો?

૧૨૫ કોન્ટ્રકટરો અને ૪૦૦૦ જેટલા મજૂરો હડતાલ પર છે. કચ્છમાં વીજ ફોલ્ટના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. આવા સનજોગોમાં PGVCL એસોસિએશન દ્વારા કચ્છના છ એ છ ધારાસભ્યો અને સાંસદ ને રજુઆત કરાઈ હતી જેમાંથી એક માત્ર જવાબ વાસણભાઇ આહિરે આપ્યો અને ઉર્જા મંત્રી સૌરભ દલાલનું ધ્યાન દોર્યું છે. તો, ઉર્જા વિભાગ, ગુજરાત વીજ કંપનીની વડોદરા સ્થિત કચેરી તરફથી જવાબ ન મળ્યો હોવાનું ગોપાલભાઇ માતાએ ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું.