Home Crime સ્વામીનારાયણ મંદિરના પુર્વ સંત ચંદ્રપ્રકાશ સ્વામી ઉર્ફે રસીકે કેમ માંગ્યું પોલિસ રક્ષણ??

સ્વામીનારાયણ મંદિરના પુર્વ સંત ચંદ્રપ્રકાશ સ્વામી ઉર્ફે રસીકે કેમ માંગ્યું પોલિસ રક્ષણ??

3029
SHARE
યુવતી સાથે કથીત સંબોધોને લઇ ચર્ચામાં આવેલા અને મંદિરમાંથી વિવાદો વચ્ચે હાકી કઢાયેલા પુર્વ સંત ચંદ્રપ્રકાશ સ્વામી અને હાલે રસીક કેરાઇએ મંદિરના અન્ય 12 સંતો પર યુવતી અને મહિલા સંતો સાથેના સંબધો હોવાના કરેલા આક્ષેપો પછી હવે પોતાને જાનનો ખતરો છે અને પોલિસ રક્ષણ આપવામા આવે તેવી પોલિસમા અરજી કરી છે જેમા તેણે કેટલાક વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.

શુ છે રસીક કેરાઇની ફરીયાદ?

આમતો જ્યારથી આ વિવાદ શરુ થયો છે ત્યારથી ચોક્ક્સ વ્યક્તિ દ્વારા રસીક તથા તેના પરિવારને ફોન પર અને નારાણપરના કેટલાક યુવાનો ધાકધમકી કરતા હોવાની ફરીયાદ રસીકે કરી છે પરંતુ આજે રસીક કેરાઇ એ સત્તાવાર રીતે માનકુવા પોલિસને એક લેખીત ફરીયાદ કરી છે જેમા કેટલાક શખ્સો તેને ફોન પર ધમકી આપી રહ્યા છે અને તેથી તેને પોલિસ રક્ષણ આપવામા આવે એવું જણાવાયું છે જો કે આ અરજી અંગે પોલિસે સત્તાવાર કઇ કહેવાનુ ટાળ્યું હતું પરંતુ આ મામલે પોલિસ યોગ્ય તપાસ સાથે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરશે
યુવતી સાથે કથીત સંબધ અને ત્યાર બાદ મંદિરમાંથી હાંકી કઢાયા બાદ ચંદ્રપ્રકાશ સ્વામી વર્તમાને રસીક કેરાઇ અનેક સનસનીખેજ આક્ષેપો કરી રહ્યા છે જેમા પહેલા અન્ય સંતોની ફોન પર કામ લીલા ત્યાર બાદ તેના પરિવાર અને તેના પર દબાણ મુદ્દે તેણે ગંભીર આક્ષેપો કર્યા બાદ હવે તેને જાનનો ખતરો હોવાની ફરીયાદ સાથે પોલિસ રક્ષણની માંગ કરી છે જો કે તેને પોલિસ રક્ષણ મળશે કે નહી તેતો આવનારો સમય કહેશે પરંતુ પોલિસ માટે ચોક્કસ એ વિષય તપાસનો રહેશે કે રસીક કેરાઇને ફોન પર કોના ઇશારે ધમકી અપાઇ રહી છે? ધમકી આપનાર કોણ છે?…. જો કે રસીકની આ અરજી પછી ચોક્કસ સંપુર્ણ ઘટનામા કોઇ નવા વંણાક સાથે કઇક નવાજુની થશે એવું લાગી રહ્યું છે.