સોશિયલ મીડિયાના નકારાત્મક અભિગમ કે ટી.વી.સિરિયલોના અતિરેકથી પ્રેરાતા યુવા માનસ પર અવળી અસર થઈ રહી હોય તેવો કિસ્સો અંજારમાં પ્રકાશમાં આવ્યો છે એક 17 વર્ષિય કિશોરે 13 વર્ષની તરુણીને ઇન્જેક્શન આપીને દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે.
આ સમગ્ર કિસ્સામાં નાગલપરની 13 વર્ષની તરુણી પોતાની 15 વર્ષીય સહેલીના ઘેર દુષ્કર્મનો ભોગ બની હોવાનું પોલીસમાં જણાવ્યું છે ગત 18 જૂનના બનેલા આ બનાવની વિગતો મુજબ બન્ને સહેલીઓ એકજ શાળામાં અભ્યાસ કરે છે ભોગ બનનાર તરુણી તેની અંજાર રહેતી સહેલીના ઘેર ગઈ હતી ત્યારે બન્નેનો કોમન મિત્ર એવો 17 વર્ષીય તરુણ ત્યાં આવ્યો હતો અને ભોગ બનનાર તરુણીને ઇન્જેક્શન આપીને બેશુદ્ધ બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું .
પોલીસે આપેલી વિગતો અનુસાર આરોપી મેડિકલ સ્ટોરમાં કામ કરે છે આ ઘટનામાં ઇન્જેક્શનનો ઓવર ડોઝ આપવાથી તરુણીનું અડધું અંગ બેશુદ્ધ થઈ ગયું હતું સારવાર બાદ તરુણીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો હાલ પોલીસે ભોગ બનનાર તરૂણીની આપવીતીના આધારે બન્ને મિત્રો સગીર વયના હોઈ આરોપી કિશોર અને તેની સહેલીને બાળ સુધાર ગૃહમાં મોકલવાની તથા ભોગ બનનાર તરૂણીના તબીબી પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના માં બાપ તથા તરુણ વયની બાળાઓ માટે લાલબતી સમાન કહી શકાય પશ્ચિમી સંસ્કૃતિ, ટી.વી.અને સોશિયલ માધ્યમના નકારાત્મક અનુકરણ રૂપ આ ઘટનાએ અંજાર સહિત સમગ્ર કચ્છમાં ચકચાર સર્જિ છે.