હજુ થોડા સમય પહેલાજ ગાંધીધામાંથી એક રાજકીય આગેવાનનો પુત્ર મુંબઇથી દારૂ મંગાવી વેચવાના કારસ્તાનમાં રેલ્વે પોલિસના હાથે ઝડપાયો હતો. ત્યારે હવે ભચાઉમાંથી પણ આવુજ એક કારસ્તાન ભચાઉ પોલિસે ઝડપ્યુ છે ભચાઉ પોલિસને બાતમી મળી હતી કે રામવાડી વિસ્તારમાં બળદેવ મારાજની ઓફીસમાં કેટલાક શખ્સો મુંબઇથી ટ્રેન મારફતે મુસાફરના સ્વાગંમાં દારૂની હેરફેર કર્યા બાદ ભચાઉમાં તેનુ વહેંચાણ કરે છે. અને તે આધારે ભચાઉના ઇન્ચાર્જ પોલિસ ઇન્સપેક્ટર એસ.જે.ભાટીયાની આગેવાનીમાં પોલિસે ત્યા દરોડો પાડ્યો હતો અને તેની ઓફીસ ખોલાવતા તેમાંથી 10 બેગમા રખાયેલો દારૂ-બીયરનો 1.34 લાખનો જથ્થો મળી આવ્યો હતો જો કે હજુ આ મામલે એકપણ આરોપી ઝડપાયો નથી. પરંતુ દારૂ લઇ આવનાર અને વેચનારના નામ ખુલ્યા છે. જેને શોધવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.
કઇ રીતે ચાલતુ દારૂનુ નેટવર્ક કોણ કોણ છે સામેલ ?
પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં જે ઓફીસમાંથી આ દારૂ ઝડપાયો છે. તે બળદેવ મારાજની ઓફીસ છે અને તેમાં પ્રદિપ મારાજ, હરનીશ કનુભાઇ જોષી, તથા સાવન ભરતભાઇ જોષી તમામ રહે ભચાઉ વાળા મુંબઇથી ટ્રેન મારફતે બેગમાં દારૂ બીયરનો જથ્થો લાવી ઓફીસમાં રાખતા હતા અને ત્યાર બાદ સંજય ઇશ્ર્વરલાલ દરજી,રાકેશ જોષી, કનૈયા ઠક્કર ઉર્ફે કાનો ઠાકરશી ઠક્કર તથા હનીફની મદદથી તે દારૂ બીયરનુ વેચાણ કરતા હતા જે રીતે ઓફીસમાંથી બેગમાંથી દારૂ ઝડપાયો છે. તે જોતા મુસાફર સ્વાગંમાં આ દારૂ અહી લવાતો હોય તેવુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. જો કે દરોડા દરમ્યાન એક પણ શખ્સ પોલિસની ગીરફ્તમાં આવ્યો નથી. પરંતુ પોલિસે આટલા નામો આ સમગ્ર રેકર્ટમાં ખોલ્યા છે. અને તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભચાઉમા બોર્ડર રેન્જે દારૂની બદ્દી અટકાવવા કરેલી કાર્યવાહી અને ત્યાર બાદ સસ્પેન્સન-બદલી સહિતના હુકમો બાદ નવો સ્ટાફ ભચાઉ પોલિસ મથકે નિયુક્ત થયો છે. અને તેઓ દારૂ જુગારની બદ્દી સહિત કાયદો વ્યવસ્થાની સ્થિતી ન કથળે તે માટે કડક કાર્યવાહી કરી રહ્યા છે. જો કે હવે પોલિસ માટે પડકાર એ છે. કે મુંબઇથી કચ્છમાં દારૂ ઘુસાડવાનુ નેટવર્ક ચલાવતા આરોપીઓને પકડવાનો.