Home Current કાશ્મીર મુદ્દે કોગ્રેસી નેતાના બફાટનો કચ્છ ભાજપે કર્યો આ રીતે વિરોધ..

કાશ્મીર મુદ્દે કોગ્રેસી નેતાના બફાટનો કચ્છ ભાજપે કર્યો આ રીતે વિરોધ..

1058
SHARE
કાશ્મીર મુદ્દે કોગ્રેસના પુર્વ મંત્રીએ કરેલા એક નિવેદનથી ભારે વિવાદ થયો છે અને ઠેરઠેર ભાજપ તેનો વિરોધ કરી રહી છે… કોગ્રેસી નેતા સૈફુદ્દીન સોંજે સરદાર પટેલ મુદ્દે આપેલા એક નિવેદનથી ભારે હોબાળો થયો છે. સરદાર પટેલ કાશ્મીર પાકિસ્તાનને આપવાના હતા તેવા તેમના નિવેદનના હવે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ત્યારે આજે ભાજપે કોગ્રેસી નેતાના આ નિવેદન મુદ્દે તેમનો વિરોધ કર્યો હતો અને સુત્રોચાર સાથે તેના પુતળાને જુતા વડે મારી પોતાનો રોષ દર્શાવ્યો હતો. સાથે સરદાર પટેલ બાબતે કરેલા નિવેદન મુદ્દે તેઓ માફી માંગે તેવી માંગ પણ કરી હતી. આજે કચ્છ જીલ્લા ભાજપ કાર્યલાય સામે ભાજપના જીલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ કચ્છ જીલ્લા મહામંત્રી અનીરૂધ દવે, શૈલેન્દ્રસિહ જાડેજા અને ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય સહિત ભાજપના નેતા કાર્યકરો એ આ વિરોધ કર્યો હતો. અને વિવિધ બેનર સુત્રોચાર સાથે ઘટનાને વખોડી હતી અને પાયાવિહીન આક્ષેપ સાથે નિવેદન આપનાર સૈફુદ્દીન નો હુરીયો બોલાવ્યો હતો.