આમતો આજે એવુ કોઇ કામ નથી જે મહિલા ન કરી જાણતી હોય પરંતુ હવે ભષ્ટ્રાચારમા પણ મહિલા પુરૂષ સમોવડી બની હોય તેવુ લાગે છે પાટણ ACB એ આજે ગાંધીનગરની સુચનાથી આદિપુર પોલિસ મથકે એક છટકુ ગોઠવ્યુ હતુ જેમા આદિપુર મહિલા પોલિસ મથકના ઇન્ચાર્જ મહિલા PSI કે.આર.વાઘેલા અને તેના સાથી મહિલા કોન્સ્ટેબલ હર્ષા બારડ 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા..ACB એ આપેલી પ્રાથમીક માહિતી મુજબ ઉચ્ચ અધિકારીના વાર્ષીક ઇન્સ્પેક્શનમા 3000 રૂપીયાનો ખર્ચ થશે તેવુ કહી ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરી હતી જે અનુસંધાને આજે ગાંધીનગર વડી કચેરીની સુચનાથી છટકુ ગોઠવવામા આવ્યુ હતુ જેમા બન્ને મહિલા પોલિસ કર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા હાલ પાટણ ACB આ મામલે કાર્યવાહી કરી રહી છે અને ત્યાર બાદ સ્થાનીક ACB ને વધુ તપાસ સોંપશે જો સુત્રોનુ માનીએ તો થોડા સમય પહેલા પણ આ મહિલા PSI સામે ભષ્ટ્રાચારની ફરીયાદ ઉઠી હતી પરંતુ કોઇ નક્કર માહિતી સામે ન આવતા કાર્યવાહી થઇ ન હતી પરંતુ આજે આ બન્ને મહિલા કર્મી રંગેહાથ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા હાલ તેના વિરુધ્ધ કાર્યવાહી ચાલી રહી છે જો કે હવે ભષ્ટ્રાચાર જેવી બાબતમાં પણ મહિલા પુરૂષ સમકક્ષ બની રહી હોય તેવુ ચિત્ર આવા કિસ્સાથી ઉપસી રહ્યુ છે.