Home Social અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે ભુજ સ્વામીનારાયણ મંદિરે કર્યુ અનોખુ કાર્ય

અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે ભુજ સ્વામીનારાયણ મંદિરે કર્યુ અનોખુ કાર્ય

2153
SHARE
એક તરફ દેશમાં ખેડુતો અને પશુપાલકો સરકારના વિરોધમાં દુધની નદીઓ રસ્તા પર વહાવી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ભુજ સ્વામીનારાયણ મંદિરે પણ દુધની નદી વહાવી પરંતુ સદ્દકાર્ય માટે.. આમતો ભુજ મંદિર હમેંશા ભુકંપ પીડીતો હોય કે પછી અકાળે મૃત્યુ પામેલા દિવંગતો હોય સર્વે મૃતાત્માના આંત્માની શાંતી માટે કોઇ ને કોઇ ધાર્મિક આયોજન કરતું હોય છે. પરંતુ આ વખતે પ્રથમવાર ભુજ સ્વામીનારાયણ મંદિર અને માંડવી મંદિરના નેજા હેઠળ ભવ્ય વિષ્ણુયાગ યજ્ઞનુ આયોજન પીયાવા ખાતે કરાયુ હતું અને તેનો મુખ્ય ઉદ્દેશ હતો. કચ્છના માર્ગો પર થતા અકસ્માત નિવારવાનો. અને વિશ્વશાંતીનો. તો સાથે એ રોડ પર અકસ્માતે મૃત્યુ પામેલા તમામ જીવોના મોક્ષ માટે પણ આ કાર્ય નિમીત બન્યુ.. જેમાં કચ્છભરમાંથી હરિભક્તો અને સંતો જોડાયા હતા અને 3 દિવસના વિષ્ણુયાગ યજ્ઞ પછી આજે વિશાળ શોભાયાત્રા સાથે ધાર્મીક કાર્યક્રમો બૌતેર જીનાલયથી માંડવી સ્વામીનારાયણ મંદિર સુધી યોજાયા હતા. તો ભુજ મંદિરના સંતો સાથે જૈન સાધુ સમુદાય પણ આ સતકાર્યમાં જોડાયુ હતુ. તો પોલિસ જવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ગૌમૂત્ર અને દુધની અખંડ ધારાવહી સાથે યાત્રા નિકળી

કાર્યક્રમના ઉદેશ્ય વિષે વાત કરતા માંડવી મંદિરના સુખદેવ સ્વરૂપ સ્વામીએ જણાવ્યુ હતુ. કે માંડવી ભુજ હાઇવે પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અને અગાઉ થયેલા અકસ્માતમાં અનેક લોકો અને પશુઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે વિષ્ણુયાગ યજ્ઞ સાથે આ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. માંડવીના કોડાય બૌતેર જીનાલયથી માંડવી સ્વામીનારાયણ મંદિર સુધી અંખડ ગૌમૂત્ર અને દુધની ધારાવહી દ્વારા વિશ્વ શાંતિ અને મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના કરી છે.
પ્રાથનાની સાથે સાથે અકસ્માતની સંખ્યા ઘટે અને જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ જીવોને ભગવાન સદ્દગતી આપે. તો સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પણ આ યાત્રા દરમ્યાન પ્રાથના કરાઇ હતી. આજે વિશાળ જનમેદની અને નારાયણની ધુન સાથે ભુજ સ્વામીનારાયણ મંદિરના સંતો અને સાંખ્યયોગી બહેનોની ઉપસ્થિતીમાં હજારો હરીભક્તો આ સદ્દકાર્યમાં જોડાયા હતા. તો મંહત સ્વામી ધર્મનંદન દાસજી, સનાતનદાસજી સ્વામી, અને કેશવભગત દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન કરાયો હતો….
ભુજ સ્વામીનારાયણ મંદિર હમેંશા સેવા અને પરોપકારના કાર્ય સાથે ધર્મને જોડી અનોખા કાર્ય માનવ કલ્યાણ માટે કરતુ રહ્યુ છે. તો આ પહેલા પણ ભુકંપ અને અકસ્માતમાં મૃત્યુ પામેલા સદ્દગતો માટે મંદિરમાં અનેક ધાર્મીક કાર્યક્રમો કર્યા છે. પરંતુ આ વખતે વિશેષ રીતે 3 દિવસીય કાર્યક્રમ માંડવી ખાતે યોજાયો હતો. અને વિશ્વશાંતી સાથે અકસ્માત નિવારવાની પ્રાથના સાથે આ આયોજન સંપન્ન કરાયું હતું