Home Crime ગાંધીધામના કાર્ગો વિસ્તારમા કયા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી?

ગાંધીધામના કાર્ગો વિસ્તારમા કયા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી?

1787
SHARE
ગાંધીધામના કાર્ગો વિસ્તારમા આજે એક યુવકની લાશ મળી હતી બાજુમા લોહીના નિશાન વાળો પથ્થર પણ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા મોટી સંખ્યામા લોકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને સાથે પોલિસને પણ જાણ કરી હતી બી-ડીવીઝન પોલિસના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને બનાવ સંદર્ભે તપાસ શરુ કરી હતી પોલીસને શંકા છે કે યુવાનની બોથડ પ્રદાર્થના ઘા મારી હત્યા કરાઇ છે જો કે પી.એમ રીપોર્ટની હજુ રાહ જોવાઇ રહી છે પરંતુ પ્રાથમીક તપાસમા ગઇકાલે આ હત્યા કરાઇ હોવાનુ અનુમાન છે જો કે હજુ સુધી મૃતક યુવાનની ઓળખ થઇ શકી નથી પરંતુ તેની હત્યા થઇ ત્યાથી એક આધારકાર્ડ પોલિસે કબ્જે કર્યુ છે જે પરથી તેની ઓળખ થઇ ગઇ છે યુવાન મુળ બિહાર ફતેહપુર નજીકના કોઇ ગામનો રહેવાસી છે અને તેનુ નામ સહવાગ નંદલાલ ચૌધરી છે જેથી હવે ઓળખ બાદ યુવાનની હત્યા કોણે કરી અને શા માટે તે સંદર્ભે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે જો કે ગાંધીધામમા યુવાન ક્યાં રહેતો હતો તે હજુ પોલિસ જાણી શકી નથી જેથી આ તમામ સવાલોનો જવાબ મેળવવા પોલિસે તપાસ તેજ કરી છે