કચ્છ યુનીવર્સીટીમાં ABVP ના કાર્યક્રરોએ સેનેટ ચુંટણીને લઇને સર્જેલા શાહિકાંડ મુદ્દે આમતો સ્થાનીક અનેક ઉતારચડાવ વાદવિવાદ અને નિવેદનો વચ્ચે હવે આ મુદ્દો ગુજરાતના રાજ્યપાલ સમક્ષ પહોચ્યો છે. તારીખ 26-06-2018 ના રોજ 22 તારીખે યોજનાર કચ્છ યુનીવર્સીટી સેનેટની ચુંટણીમાં કેટલાક નામો મતદારયાદીમાં કમી થઇ ગયા હોવાની બુમરાડ સાથે ABVP ના કાર્યક્રરોએ ભારે હોબાળો મચાવ્યો અને પ્રોફેસર બક્ષી પર શાહી રેડી કચ્છની સૌથી કલકિંત ઘટનાને અંજામ આપ્યો જો કે ત્યાર બાદ પણ રોજ NSUI અને કોગ્રેસ દ્વારા આ મુદ્દાને ગરમ રખાયો છે ત્યારે આજે ચુંટણી રદ્દ થયા બાદ હવે આ આખો મામલો રાજ્યપાલ સમક્ષ પહોચ્યો છે. અને ફરીયાદ થઇ છે. કે સરકારના ઇશારે કચ્છ યુનીવર્સીટીની ચુંટણી રદ્દ કરાઇ છે. તેવા આક્ષેપ સાથે રાજ્યપાલને દરમ્યાનગીરી કરી ફરીથી ચુંટણી નિયત સમયે યોજવા રજુઆત કરાઇ છે.
કોણે કરી રજુઆત રાજ્યપાલને કેમ પ્રદેશ કોગ્રેસે ઝુકાવ્યુ ?
કોગ્રેસની વિદ્યાર્થી પાંખ આમતો જ્યારથી શાહિકાંડ સર્જાયો ત્યારથી લડતના મુડમાં છે. અને ચુંટણી રદ્દ થવાની ચર્ચા વચ્ચે મુદ્દો કોર્ટમાં લઇજવાની પણ તૈયારી કરી હતી. જો કે તે વચ્ચે ગઇકાલે ચુંટણી રદ્દ કરવાનો પત્ર કુલપતીએ સરકાર વતી રજુ કરતા કચ્છના શિક્ષણ જગતમાં સન્નાટો છવાઇ ગયો હતો. કેમકે કચ્છ યુનીવર્સીટીમાં કદાચ આ પ્રથમવાર થયુ છે. ત્યારે હવે પ્રદેશ કોગ્રેસે પણ સ્થાનીક NSUI અને સેનેટ સભ્યોને ટેકો આપતા આજે એક પત્ર રાજ્યપાલને લખ્યો છે. જેમાં પ્રદેશ પ્રમુખે શાહિકાંડ અને ત્યાર બાદ સરકારના ઇશારે થયેલા ખેલ અંગે રાજ્યપાલને પત્ર લખ્યો છે. અને નાનકડી એવી શિક્ષણ સંસ્થામાં ચુંટણી માટે કાયદો વ્યવસ્થાની સ્થિતી આગળ ધરી ચુંટણી રદ્દ કરવાના સરકારના નિર્ણયને ખોટો ઠેરવી આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યુ છે.
શિક્ષણને રાજકારણથી અલગ કરીએ તો શિક્ષણની આડમાં કચ્છ યુનીવર્સીટીમાં સર્જાયેલુ આખુ કાંડ કચ્છના શિક્ષણ હિત માટે યોગ્ય ન ગણી શકાય કેમકે શાહિકાંડ અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી તો થઇ પરંતુ હવે માત્ર કાયદો વ્યવસ્થાની સ્થિતીની આડમાં ચુંટણી રદ્દ કરાઇ તે કારણ ભલે વિવાદને શાંત કરવાના હિતમાં હોય પરંતુ અત્યારે તો ચુંટણી રદ્દ થવાનો મુદ્દો હવે રાજ્યપાલ સમક્ષ પહોચ્યો છે એ હકીકત છે.