કચ્છના શિક્ષણ માટે બીજો કાળો દિવસ શાહીકાંડ બાદ અંતે સેનેટની ચુંટણી રદ્દ કરવાનો નિર્ણય 

    1548
    SHARE

    સેનેટ ચુંટણીને લઇને ઉભા થયેલા વિવાદ અને યુનીવર્સીટીમાં સર્જાયેલા શાહિકાંડ બાદ અંતે કુલપતીએ ચુંટણી રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. સેનેટ સભ્યની ચુંટણીને લઇને કેટલાક નામો રદ્દ થયા હોવાના મુદ્દે આ વિવાદ ઉભો થયો હતો. અને ABVP ના કાર્યક્રરોએ યુનીવર્સીટીના પ્રોફેસર બક્ષીને શાહિથી રંગી વિરોધ નોંધાવાવ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ વાદવિવાદ અને અનેક સવાલો ચુંટણીને લઇને ઉભા થયા હતા. અને સવાલ પણ હતો કે ખરેખર ચુંટણી થશે કે નહી તે વચ્ચે આજે કચ્છ યુનીવર્સીટીએ એક સત્તાવાર યાદી બહાર પાડી હતી. જેમાં ચુંટણી રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી અને શિક્ષણના હિતમાં આ નિર્ણય કરાયાનો ઉલ્લેખ છે.

    ચુંટણી રદ્દ થઇ પરંતુ કચ્છના શિક્ષણ જગત માટે બીજો કાળો દિવસ 

    શિક્ષણના હેતુ માટે થતી આ તમામ ચુંટણી કે અન્ય પ્રક્રિયામાં જો કાયદો વ્યવસ્થાની સ્થિતી જોખમાય અને શાંતી ભંગ થતી હોય તેવી બાબતે જો સેનેટની ચુંટણી રદ્દ થતી હોય તો કચ્છ માટે ફરી આ કંલકીત ઘટના છે. કેમકે ગુજરાતમાં આમ સ્થિતીમાં પણ જ્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા થયા હોય છે. ત્યારે જો સેનેટની ચુંટણી કાયદો વ્યવસ્થાની સ્થિતીને જોખમે રદ્દ થાય તો શુ કચ્છના શિક્ષણમાં હવે રાજકારણ કે ગુંડા તત્વોએ પગપેસારો કર્યો છે. તેવુ માનવુ? આજે જાહેર થયેલી સત્તાવાર યાદીમાં પણ શાંતી ભંગના ઉલ્લેખ સાથે ચુંટણી રદ્દ કરવાના નિર્ણયનો ઉલ્લેખ કરાયો છે.
    આમ પણ જ્યારથી શાહિકાંડ બાદ ચુંટણી પ્રક્રિયામાં જે વિવાદ થયો ત્યારથી કાયદાકીય કાર્યવાહી સાથે અનેક નવા વંણાકો અને નિવેદનો વચ્ચે સવાલ હતા કે ચુંટણી થશે કે નહી જેના પર આજે ઠંડુ પાણી રેડવાનો પ્રયત્ન કરી ચુંટણી રદ્દ કરવાનો નિર્ણય તો કરાયો છે. પરંતુ ચુંટણી રદ્દના નિર્ણય પછી પણ શિક્ષણ જગતમાં લાગેલી વિવાદની આગ ઠરશે કે નહી તે જોવુ રહ્યુ જો કે અત્યારથીજ ચુંટણી રદ્દ થયાના સમાચાર સાથે સોશિયલ મીડીયામાં ટીકા ટીપ્પણીઓનો દોર શરૂ થયો છે.