ગોસ્વામી સમાજના પુર્વ પ્રમુખનુ આજે માર્ગ અકસ્માતમાં મોત થયુ છે અકસ્માત આજે 9 વાગ્યા પહેલા ભુજના મોટાબંધ નજીક સર્જાયો હતો જ્યારે બાઇક પર દશનામ ગોસ્વામી સમાજના પુર્વ પ્રમુખ અને સમાજના આગેવાન 65 વર્ષીય ઝવેરગીરી શ્યામગીરી ગોસ્વામી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ ત્યાથી પસાર થતી ભુજ માંડવી ભુજ રૂટની ST બસ સાથે અકસ્માત સર્જાયો હતો તેમને સારવાર માટે લઇ જવાયા હતા પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ તેમનુ મૃત્યુ થયુ હતુ અકસ્માતની જાણ થતાજ સમાજના આગેવાનો દોડી આવ્યા હતા બનાવ સંદર્ભે પોલિસ વધુ તપાસ કરશે હાલ સમાજના આગેવાનના મૃત્યુથી દશનામ ગોસ્વામી સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે સમાજના દરેક કામમા ઝવેરગીરી સક્રિય રીતે ભાગ લેવા સાથે સમાજ ઉપયોગી અનેક કાર્યમાં તેઓ આગળ રહ્યા હતા.