કચ્છમાં ભલે વરસાદે બે દિવસથી દસ્તક આપી હોય પરંતુ જો કચ્છમાં વરસાદ ખેંચાય તો પાણીની વિકટ સ્થિતી ઉભી થાય તેમાં કોઇ શંકા નથી પરંતુ હાલ જ્યારે વરસાદે વિરામ લીધો છે. ત્યારે ગાંધીધામમાં બેદરકારીનો માનવસર્જીત વરસાદ વરસ્યો હતો જેમાં લોકો ભલે ન ભીંજાયા પરંતુ વાહનચાલકોએ વાહનોની સફાઇ કરી આ પાણીનો ભરપુર લાભ લીધો જો કે સૌથી દુખદ વાત એ હતી કે જ્યારે કચ્છમા એકએક પાણીના ટીંપાની હાલ કિંમત છે ત્યારે ગાંધીધામના રામબાગ રોડ પર આવેલા નર્મદાના એરવાલ્વમાં લીકેજ થતા હજારો લીંટર કિંમતી પાણી વેડફાયુ હતુ જો કે ત્યાથી પસાર થતા લોકોમા દુખદ આશ્ર્ચર્ય એ હતુ કે કલાકો સુધી પાણી વેડફાતુ રહ્યુ પરંતુ તંત્રના કોઇ અધિકારીઓ તેની મરામંત માટે સમયસર પહોંચ્યા નહી જેને લઇને વગર વરસાદે આ વિસ્તારમાં પાણીનુ તળાવ ભરાયુ તો રસ્તા પરથી પસાર થતા કેટલા વાહન ચાલકોએ પોતાના વાહન પણ પ્રેસરથી વેડફાઇ રહેલા પાણીમા ધોઇ નાંખ્યા.
કેમ બની ઘટના અને હવે શુ કર્યુ પાલિકાએ?
આજે સવારે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનુ સામે આવ્યુ હતુ પરંતુ ત્યારથી સતત પાણી એરવાલ્વમાંથી લીક થઇ રહ્યુ છે અને અંદાજીત 10મીટર લાંબા ફુવાર ઉડી રહ્યા છે શહેરના અલગઅલગ વિસ્તારોમાં પાણી વિતરણ કરતી મુખ્ય પાઇપ લાઇનનો આ એરવાલ્વ છે જો કે ઘટના કઇ રીતે બની તે હજુ સુધી તપાસમાં સામે આવ્યુ નથી પરંતુ હજારો લીટર પાણી વેસ્ટ ગયા બાદ પાલિકા તંત્ર ત્યાં પહોંચ્યુ હતુ અને વાલ્વ રીપેર કરવાનુ કામ પુર્ણ કર્યુ હતુ. આ અંગે વોટર કમીટીના ચેરમેન મોમાયા ગઢવીનો સંપર્ક કરાતા તેમણે આ વાલ્વ વેલ્સપન કંપનીનો હોવાનું જણાવીને આ લાઇન રીપેર કરી દેવાઇ હોવાનુ જણાવ્યુ હતુ. જો કે લાઇન રીપેર થઇ તે દરમ્યાન હજારો લીટર પાણી વેડફાયુ હતુ.
જો કે કચ્છમા નર્મદાની લાઇન કે એરવાલ્વમાં ભંગાર પડવાની ઘટના એ કોઇ નવી વાત નથી અવારનવાર નર્મદાની મુખ્યલાઇન સહિત એરવાલ્વમાં ભંગાણ પડવાની ઘટના બને છે. અને હજારો-લાખો લીટર પાણી વેડફાય છે ત્યારે લોકોને આશા છે કે ભંગાર થઇ ગયેલી લાઇનો અને એરવાલ્વ કચ્છમાં મોટી પાણીની કટ્ટોકટી સર્જે તે પહેલા તંત્ર તેને દુરસ્ત કરે નહી તો માનવસર્જીત પાણીની વિકટ સમસ્યા ઉભી થશે.