Home Current કચ્છમાં બે દિવસમાં વીજશોક 6 માનવ જીંદગી 7 અબોલ પશુને ભરખી ગયો

કચ્છમાં બે દિવસમાં વીજશોક 6 માનવ જીંદગી 7 અબોલ પશુને ભરખી ગયો

1471
SHARE
કચ્છમાં ભલે અતીભારે વરસાદ નથી પડ્યો પરંતુ બે દિવસ પડેલા સામાન્ય વરસાદે પણ લોકો માટે મુશ્કેલી સર્જી છે. અને માત્ર બે દિવસમાંજ વરસાદી માહોલમાં વીજશોક લાગવાથી અનેક જીંદગી અને અબોલ પશુના મોતની ઘટના સામે આવી છે. આમતો પી.જી.વી.સી.એલએ ભુજ સહિત કચ્છમાં પ્રીમોનસુન કામગીરી સાથે વીજશોક ન લાગે તે માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ કામગીરી છંતા પણ જુદીજુદી ઘટનામાં વીજશોક લાગવાની ઘટનાથી ગાય જેવા અબોલ પશુઓ અને 6 માનવ  જીંદગી મોતના ખપરમાં હોમાઇ ગઇ છે.

પુર્વ કચ્છમાં ચાર પશ્ર્ચિમ કચ્છમાં બેના વીજશોકથી મોત 

17જુલાઈના કચ્છમાં વરસાદના આગમન સાથે જ્યા ખુશી હતી ત્યાજ સુખપરમાં પાંચ વર્ષના બાળકને વીજશોખ ભરખી ગયો હતો શૌચાલયના દરવાજાને અડતા પાંચ વર્ષના બાળક મુકેશ નુ મોત થયુ હતુ. તો બીજી તરફ એજ દિવસે માંડવીના રાયણ ગામે ચેતન નામના યુવાન માટે પણ વિજશોક જીવલેણ સાબિત થયો હતો ત્યારે 18 જુલાઈએ પણ પુર્વ કચ્છમાં વીજશોકની ચાર ઘટના બની હતી. જેમાં 2 મહિલા અને બે પુરૂષના મોત થયા હતા. ભચાઉની જલારામ સોસોયટી અને અંબીકાનગરમાં વિજશોક હેતલ પુરનદાસ કાપડી અને લક્ષ્મણ કાનજી કોલી માટે જીવલેણ બન્યો હતો. તો બીજી તરફ ચીરઇમાં માયાબેન ગુર્જર નામની મહિલા કપડા સુકવવા જતા વિજશોકથી મૃત્યુ પામી હતી તો કંડલામાં ગોડાઉનમાં કામ કરી રહેલા યુવાન વિપુલ મહેતા માટે પણ વિજશોક જીવલેણ સાબિત થયો હતો. આમ બે દિવસમાં વિજશોકની અકસ્માતની ઘટનામાં 6 માનવ જીંદગી પર પુર્ણ વિરામ મુકાયો હતો.

દર વખતની જેમ અબોલ માટે વિજશોક પ્રાણઘાતક 

આમતો ચોમાસામા વિજશોકથી અબોલ પશુના મોત એ હવે સામાન્ય ઘટના બની છે. ત્યારે ચાલુ ચોમાસાની શરૂઆત સાથેજ અબોલ પશુઓ વિજશોકથી મોતને ભેટી રહ્યા છે. ગઇકાલે ભુજના પ્રશાંતપાર્ક વિસ્તારમાં એક ગાય અને એક વાછરડાના વીજશોકથી મોત થયા હતા. તો બીજી તરફ સંજોગનગરમાં પણ આવીજ એક ઘટના બની હતી. તો ભચાઉના જયમાતાજી ચોકમાં પણ ગઇકાલે એક ગૌવંશનુ મોત થયુ હતુ. અને આજે પણ  3 ગાયો એજ જયમાતાજી ચોકમા વીજશોક લાગતા મોતને ભેટી હતી. જેને લઇને ગૌપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ભચાઉમાં આ ઘટનાને પગલે ગૌભક્તો ઘટના સ્થળે ધસી ગયા હતા. અને પી.જી.વી.સી.એલ તંત્રને પણ આ ઘટનાની ગંભીરતા સમજાવી આવા બનાવો ન બને તે માટે કાળજી પૂર્વકની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો
ગુજરાતના અન્ય જીલ્લાઓમાં ભારે વરસાદને કારણે આમતો અનેક મૃત્યુ પામ્યા છે. પરંતુ કચ્છમાં થોડા વરસાદ સાથેજ અકસ્માતે મોતની સંખ્યા વધી રહી છે. અને માત્ર બે દિવસમાં 6 માનવ જીંદગી અને 7 અબોલ જીવો આવી ઘટનામાં મૃત્યુ પામ્યા છે. ચોક્કસ માત્ર તંત્રની બેદરકારી આ ઘટના માટે જવાબદાર ન ગણી શકાય પરંતુ લોકોએ પણ આવી સીઝનમાં સમજદારી સાથે સંભાળ લેવી જોઇએ તે જરૂરી છે. જો કે અબોલ જીવોના મોત અને 6 વ્યક્તિ મોતને ભેટતા કચ્છમાં અરેરાટી ફેલાઇ છે.