તારીખે 16ના ભુજ તાલુકાના પૈયા ગામેથી બે સગીરાને ભગાડી જનાર અંતે ઝડપાઇ ગયા છે. 16 તારીખે આ અંગે પધ્ધર પોલિસ મથકે નાગલપર ગામના બે યુવાનો સામે અપહરણ સહિતની કલમો તળે ફરીયાદ નોંધાઇ હતી. જે બાબતે વાયરલેસ દ્વારા તમામ પોલિસ મથકોને જાણ કરાઇ હતી. અને બનાવની તપાસ સર્કલ પોલિસ ઇન્સપેક્ટરને સોંપાઇ હતી. દરમ્યાન મુન્દ્રા પોલિસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રાત્રીના મુન્દ્રાના પરડઇ કબ્રસ્તાનમાં શંકાસ્પદ હિલચાલ દેખાઇ હતી. જેથી સ્ટાફના પોલિસ કર્મચારીઓ ત્યા ગયા હતા. જ્યા બે સગીર કન્યા અને બે યુવાનો મળી આવ્યા હતા. જેથી પોલિસે તેની પુછપરછ કરતા તેઓ નાગલપરના હોવાનુ જણાવ્યુ હતુ. જેથી પોલિસે તેમની અટકાયત કરી છે. જેમાં બે સગીરાને સુરક્ષીત રીતે રાખી બન્ને યુવાન અકરમ શાબાન સંધાર અને હુશેન આમદ કટીયાની પોલિસે વધુ પુછપરછ શરૂ કરી છે. બનાવ બાબતે પધ્ધર પોલિસ મથકે યુવતીના પિતાએ ફરીયાદ નોંધાવી હતી. જેથી તપાસ કર્તા સર્કલ ઓફીસર આ અંગે વધુ તપાસ કરી પધ્ધર પોલિસને બન્ને આરોપીઓનો કબ્જો સોંપશે તેવુ મુન્દ્રાના પોલિસ ઇન્સપેક્ટર એમ.એન.ચોહાણે જણાવ્યુ હતુ. પોલિસને પ્રાથમીક પુછપરછમાં લગ્નની લાલચે આ બન્ને યુવાનો સગીરાને ભગાડી અપહરણ કરી લઇ ગયા હોવાનુ સામે આવ્યુ છે. તો બે દિવસ દરમ્યાન યુવકોએ સગીરા સાથે કોઇ અનિચ્છનીય કૃત્ય કર્યુ છે. કે નહી તેની તપાસ પણ પોલિસ કરશે.