કચ્છ ભાજપના પુર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ કે જેઓ હાલ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે એવા જેન્તીભાઇએ મનિષા સામે ખંડણીની ફરીયાદો નોંધાવ્યા બાદ શરૂ થયેલા વિવાદમાં રોજ નવા વંણાકો આવી રહ્યા છે. પહેલા મનિષા સામે ફરીયાદ અને ત્યાર બાદ મનિષાના પ્રતિઆક્ષેપ વચ્ચે સુરતની એક યુવતીએ જેન્તીભાઇ સામે બળાત્કારની અરજી સુરત પોલિસ મથકે આપતા ભારે રાજકીય હોબાળો થયો હતો. જો કે વિવાદ વચ્ચે જેન્તીભાઇએ આરોપો ફગાવ્યા હતા અને સ્વૈચ્છિક રાજીનામુ પદ્દ પરથી આપી લડત શરૂ કરી હતી. જો કે મામલામાં નવો વંણાક ત્યારે આવ્યો જ્યારે યુવતીએ કરેલી અરજી પર તપાસ સ્થગીત રાખવા ફરી એક અરજી સામે આવી…જો કે હવે ફરી આજે યુવતી સુરત પોલિસ કમિશ્ર્નર કચેરી હાજર થતા ભારે હોબાળો થયો હતો. પોલિસે યુવતીનો કબ્જો લઇ તેને ક્રાઇમ બ્રાન્ચ લઇ ગઇ હતી જ્યા તેના નિવેદન લેવાની તજવીજ ચાલુ છે. તો બીજી તરફ યુવતીના સમર્થનમાં આવેલા કોગ્રેસી કાર્યક્રરો અને પોલિસ વચ્ચે આ મામલે ધર્ષણ થતા પોલિસે પાંચથી વધુ કોગ્રેસીઓની પણ અટકાયત કરી છે.
યુવતીનુ નિવેદન નક્કી કરશે કેસની દિશા
અત્યાર સુધી અદ્રશ્ય રીતે રહેલી યુવતી આજે અચાનક પોલિસ મથકે હાજર થઇ હતી પરંતુ તે મિડીયા કે અન્ય લોકોને મળે તે પહેલાજ પોલિસ તેને ક્રાઇમબ્રાન્ચ ઓફીસ લઇ ગઇ હતી જ્યા સંભવત કેસ અંગે યુવતીની પુછપરછ સાથે અરજી આધારે તેનુ નિવેદન નોંધવામાં આવી શકે છે. અને તેજ જેન્તીભાઈ ભાનુશાળીને સંડોવતા કેસની દિશા નક્કી કરશે કેમકે પહેલા યુવતીની બળાત્કારની અરજી પર તપાસની માંગ અને ત્યાર બાદ તપાસ રોકી દેવાની અરજી પછી યુવતી પ્રથમવાર હાજર રહી છે. ત્યારે યુવતી શું સટેન્ડ લે છે. અને પોલિસ નિવેદન પછી શું કાર્યવાહી કરે છે. તેનો તમામ મદાર યુવતીના નિવેદન પર છે.
કચ્છના બહુચર્ચીત નલિયાકાંડ પછી આ બીજો એવો કેસ છે. જેમા કચ્છ ભાજપના આગેવાન અને પ્રદેશ ભાજપના નેતા જેન્તીભાઈ ભાનુશાળીની મુખ્ય ભુમીકા હોવાના આક્ષેપો થયા છે. જેથી કેસ હાઇપ્રોફોઇલ બન્યો છે. જો કે અનેક ઉતારચડાવ અને નિવેદન-અરજીઓ ક્યાક સત્તાના જોરે કાયદાનો મજાક બનાવતી હોવાનો અંગુલીનિર્દેશ કરે છે. જો કે પ્રદેશ ભાજપે સ્પષ્ટ સંકેત ન્યાયીક તપાસના આપ્યા છે. તે વચ્ચે હવે યુવતી કાયદાના દાયરામા આવી છે. ત્યારે જોવુ રહેશે પ્રથમવાર હાજર થયેલી યુવતી નિવેદનમાં શુ રાઝ ખોલે છે.