Home Crime 15 વર્ષથી ફરાર નખત્રાણાના 420 ને પેરોલ ફર્લોએ છેક મહારાષ્ટ્રથી દબોચ્યો

15 વર્ષથી ફરાર નખત્રાણાના 420 ને પેરોલ ફર્લોએ છેક મહારાષ્ટ્રથી દબોચ્યો

2189
SHARE
પાછલા થોડા સપ્તાહથી એલ.સી.બી સહિતની મહત્વની શાખાઓએ વિવિધ ગુન્હામાં લાંબા સમયથી ફરાર શખ્સોનુ જાણે હિટલીસ્ટ તૈયાર કર્યુ હોય તેમ ઉપરાઉપરી આવા વોન્ટેડ અને લાંબા સમયથી ફરાર શખ્સો પર વોચ ગોઠવવા સાથે તેને ઝડપી રહી છે. ત્યારે આવાજ એક શખ્સને ભુજની પેરોલ ફર્લો સ્ક્વોડે છેક મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે શ્રીમાન-420 સુમાર ગાંગજી મહેશ્ર્વરી 2003થી નખત્રાણાના ઠગાઇના ગુન્હામાં ફરાર છે જે લાંબા સમયથી પોલિસના હાથે લાગ્યો નથી ત્યારે મુળ માંડવીના ગોધરા ગામનો આ ઠગ સુમાર મહેશ્ર્વરી ડોમ્બિવલી ઇસ્ટમાં એક આઇસ્ક્રિમની ફેક્ટરી પાસે હાજર છે તેવી હકિકત પોલિસને મુંબઇમાં તપાસ દરમ્યાન મળી હતી. જેથી પોલિસે છટકુ ગોઠવી તેની CRPC 41(1) મુજબ ધરપકડ કરી હતી. વધુ તપાસ માટે નખત્રાણા પોલિસને હવાલે કર્યો છે. રીક્ષાની લેતીબાબતે આરોપીએ ફરીયાદ સાથે ઠગાઇ કર્યાની ફરીયાદ નખત્રાણા પોલિસ મથકે 2003માં નોંધાઇ હતી અને ત્યાર બાદથી તે આ મામલે ફરાર હોવાનુ નખત્રાણા પોલિસના આધારભુત સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ.