Home Crime મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમા નજીવી બાબતે 4 શખ્સોએ યુવાનને રહેસી નાંખ્યો

મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમા નજીવી બાબતે 4 શખ્સોએ યુવાનને રહેસી નાંખ્યો

9299
SHARE
મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્ર્વર ગામે કારને આડે મોટરસાઇકલ લઇ આવવા જેવી નજીવી બોલાચાલી સાંજે હત્યામા પલ્ટી છે અને યુવાનના ઘરે જ આ ઝધડા નુ મનદુખ રાખી 4 શખ્સોએ યુવાનની નિર્મમ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે મુન્દ્રા મરિન પોલિસના સત્તાવાર સુત્રો તરફથી મળેલી પ્રાથમીક વિગતો મુજબ શીદ્દીક આમદ માણેક ઉ.28 તેની કાર લઇને પરિવાર સાથે જઇ રહ્યો હતો ત્યારે તેની કારને ઓવરટેક કરવા બાબતે ઉંમર કેવર, જાકબ કેવર અને રહેમત બાઇ સાથે ઝઘડો થયો હતો બસ આજ વાતનુ મનદુખ રાખી ઉંમર જાકબ અને શબ્બીર નામના યુવાનો મોડી સાંજે તેના ઘરે પહોચ્યા હતા અને છરીના ઘા મારી શીદ્દીક માણેકની નિર્મમ હત્યા કરી નાંખી હતી હાલ પોલિસે ઘટના સ્થળે પહોંચી બનાવની વધુ તપાસ હાથ ધરી છે પોલિસ આ મામલે ચાર શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરશે નજીવી બાબતે થયેલી હત્યાની ચર્ચા સમગ્ર મુન્દ્રા પંથકમાં વાયુ વેગે પ્રસરી હતી ફરીયાદ સાથે મુન્દ્રા મરીન પોલિસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.