નારાણપર ગામનીજ ત્રણ સગીરાને ગઇકાલે માંડવી રોડ પર ખરાબ ઇરાદો પાર પાડવાના ઉદ્દેશ સાથે લઇ જનાર ત્રણ યુવકોને જાહેરમાં મેથીપાક ચખાડવાની ઘટના બાદ કાલથી કચ્છભરમાં આ મામલાએ ચકચાર મચાવી હતી જો કે ઘટનાની ગંભીરતા અને તપાસ બાદ અંતે નારાણપર ગામનાજ ત્રણ યુવકો સામે આ સગીરાઓને બદ્દ ઇરાદે ભગાડી જવા સહિત પોક્સો એક્ટની કલમ મુજબ માનકુવા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે ગઇકાલ તારીખ 23ના બપોરના સમયે આ ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં મુગ્ધાઅવસ્થામાં હજુ પ્રવેશ કરનારી ત્રણ સગીરાને ગામનાજ યુવકો લલચાવીને માંડવી રોડ પર લઇ ગયા હતા જો કે તેમના ઇરાદા પાર પડે તે પહેલાજ ગ્રામજનો અને પરિવારજનો તેનો પીછો કરી ત્યા પહોંચી ગયા હતા અને યુવકોને રંગેહાથ પકડ્યા હતા. જે મામલે માનકુવા પોલિસ મથકે જીતેન્દ્ર માલશી ફફલ અલ્તાફ ફકીર મામદ પલેજા અને અકબર ઇભલા જત વિરૂધ્ધ માનકુવા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે જેમાં આઇ.પી.સી.ની કલમ 363,366,114 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ યુવકો વિરૂધ ફરીયાદ નોંધી માનકુવા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
સગીરાને ધમકી આપી લઇ જતા યુવકોને ગામલોકોએ આપ્યો મેથીપાક
ગઇકાલે બપોરે જાહેર રસ્તા પર આ યુવકો રંગેહાથ ઝડપાઇ ગયા હતા જેથી ગામજનો ઉશ્કેરાઇ ગયા હતા અને યુવકોને જાહેરમાં મેથીપાક આપ્યો હતો. અને માર માર્યો હતો જેની વીડ્યો ક્લીપ પણ સોશીયલ મીડીયામાં વાયરલ થઇ હતી જેમાં સગીરાને બદ ઇરાદે લઇ જનાર યુવાનોને બરાબરનો મેથીપાક પણ મળ્યો હતો. જો કે હવે વીધીવત ફરીયાદ નોંધાતા માનકુવા પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ યુવકોએ પણ ચારથી વધુ લોકો સામે માર મારવા સહિતની ફરીયાદ માનકુવા પોલિસ મથકે આપી છે. આમ હવે બન્ને પક્ષે ફરીયાદ નોંધી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.