
રૂબેલા અને ઓરીની રસી આપી બાળકોને સુરક્ષીત કરવાના સરકારે શરૂ કરેલા અભીયાનમાં ક્યાંક વિરોધ તો ક્યાંક બાળકોને આડઅસરના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઇને એક તરફ સરકાર ચિંતીત છે સાથે લોકો જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે ત્યારે અબડાસામાં આજે એક પરિવારે બાળકીના મોત બાદ રૂબેલા રસીની આડઅસરથી બાળકીનુ મોત થયુ હોવાનો આક્ષેપ કર્યો છે જેને લઇને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે તારીખ 19ના ખીરસરા કોઠારાની એક 13 વર્ષની કન્યાને શાળામાં રૂબેલાની રસી આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેની તબીયત લથડતા તેને ખાનગી હોસ્પિટલમા સારવાર માટે પણ ખસેડાઇ હતી જો કે આજે સવારે અચાનક બાળકી ઘરમાં ઢળી પડી હતી જેથી તેને નલિયા સરકારી હોસ્પિટલમાં 108ની મદદથી ખસેડાઇ હતી પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી બાળકીના મોત બાદ પરિવારજનોએ રૂબેલા રસીની આડઅસરથી તેની બાળકીનુ મોત થયુ હોવાનો આક્ષેપ કર્યો છે અને ન્યાય ન મળે ત્યાં સુધી બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો છે જો કે જે રીતે રાજ્યના અન્ય વિસ્તારમાં પણ બાળકોને આડઅસરના કિસ્સા સામે આવી રહ્યા છે તે જોતા આરોગ્ય વિભાગની એક ટુકડી આ મામલે તપાસ અર્થે ત્યા પહોંચી હતી અને બાળકનુ ક્યા કારણોસર મોત થયુ તે અંગે તપાસ શરૂ કરી છે જો કે પ્રાથમીક તપાસ બાદ હાલ પુરતુ આરોગ્ય વિભાગના શ્રીભાર્ગવે જણાવ્યુ હતુ કે 19 તારીખે રસી પીધા બાદ આડઅસરની શક્યતા નહીવત છે પરંતુ હાલ તપાસ ચાલુ છે અને કમીટી આ અંગે યોગ્ય તપાસ માટે નિર્ણય કરશે તેમ જણાવ્યુ હતુ જો કે ઘટનાને પગલે રાજકીય સામાજીક આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.