મુન્દ્રાના રાજપૂત ક્ષત્રિય સમાજ વાડીની સામે ડો.બાબા સાહેબના સર્કલ પાસે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણિની જાહેર સભા યોજાઈ હતી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ યોજાયેલી આ જાહેર સભામાં કચ્છના પ્રશ્ર્નો સહિત ઉદ્યોગોથી ઉભી થયેલી સમસ્યા મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકારને આડેહાથ લીધી હતી જાહેર સભામાં મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા અહીં મુન્દ્રા આવેલા જીગ્નેશ મેવાણીની સભામાં કોગ્રેસના અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી જીજ્ઞેશ મેવાણીનુ સન્માન કર્યુ હતુ કોગ્રેસના કિશોર પિઁગોલ,સલીમ જત,કિશોર સિંહ પરમાર ,ભરત પાતારિયા ,કાન્તાબેન સૌધમ ,દામજી સોધમ,ભચુ ભાઈ પિઁગોલ,મીઠું ભાઈ મહેશ્વરી સહિતના સ્થાનીક આગેવાનો જોડાયા હતા આ સભા માં જીગ્નેશ મેવાણીએ કચ્છની ભાતીગળ સંસ્ક્રુતિના વખાણ કરવા સાથે સ્થાનિક ઉદ્યોગો કચ્છમાં કેન્સર સમાન છે અને કચ્છને તેના ભરડામાં લઇ રહ્યા છે તેવુ કહી ઉદ્યોગથી કચ્છમા વધેલી સમસ્યા અંગે પણ ચર્ચા કરી હતી મુન્દ્રાની જાહેર સભામાં પોતાના ભાષણ દરમ્યાન માલધારીઓ, ખેડૂતો, સ્થાનિક બેરોજગાર લોકોના પ્રશ્નો દૂર કરવાની ખાતરી આપી હતી તો કચ્છ માં ખનીજ ચોરી,ચેરિયા ખનન,તેમજ અન્ય સમસ્યાઓનો ઉલ્લેખ કરી મુન્દ્રાની કોઇપણ સમસ્યા હોય મને યાદ કરજો હુ આવીશ તેવુ લોકોને વચન આપ્યુ હતુ કચ્છમા સંભવત તેનો બે દિવસનો પ્રવાસ છે અને આજે તે અદાણી એરપોર્ટ અંગેની લોક સુનવણીમા પણ હાજર રહેવાના હતા પરંતુ ત્યા હાજર ન રહેતા મુન્દ્રામા જનસભા સંબોધન સાથે તેણેે કચ્છ પ્રવાસની શરૂઆત કરી હતી તો આવતીકાલે કચ્છ એકતા મંચને મજબુત કરવા બેઠકો સાથે અન્ય કાર્યક્રમમા પણ હાજરી આપશે કચ્છમા ટુંકા ગાળામાં જીજ્ઞેશની આ પાંચથી વધુ મુલાકાત છે તો કચ્છની વિવિધ સમસ્યા મુદ્દે આગામી કાર્યક્રમ અને વિરોધ માટેની રણનીતિ પણ તે બે દિવસીય કચ્છ મુલાકાત દરમ્યાન નક્કી કરશે.