માંડવીમાંથી એલ.સી.બીએ દારૂ સાથે એકને ઝડપ્યો
પુર્વ કચ્છ એલ.સી.બીએ આજે માંડવીના નરનારાયણ નગરમાં દરોડો પાડી રહેણાંક મકાનમાં રાખવામા આવેલો દારૂનો જથ્થો ઝડપ્યો હતો જો કે એલ.સી.બીની સચોટ બાતમી છંતા બે વ્યક્તિ દારૂના પ્રકરણમાં ભાગી જવામા સફળ રહ્યા હતા. જેને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે પરંતુ એલ.સી.બીએ રાકેશ પ્રવિણ પલણ(ઠક્કર) નામના શખ્સની 69,650 ના દારૂના જથ્થા સહિત એક કાર પણ કબ્જે કરી માંડવી પોલિસને વધુ તપાસ માટે સુપ્રત કર્યા છે જ્યારે આ કામગીરી દરમ્યાન રામ ગઢવી અને હરજોગ ગઢવી ભાગી જવામાં સફળ રહ્યા હતા.
બ્રાન્ચના દરોડા વચ્ચે સ્થાનીક પોલિસે પણ દારૂ ઝડપ્યો પરંતુ આરોપી છુ
મહત્વની ચેકપોસ્ટ અને ચેકીંગ પોઇન્ટ વચ્ચે છેક માંડવી સુધી દારૂ પહોંચી ગયો જેમા એક દરોડો એલ.સી.બીએ પાડ્યો તો સ્થાનીક જેમની હદ્દમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી તેવી માંડવી પોલિસે પણ એક દરોડો પાડ્યો હતો જો કે તેમાં એક પણ આરોપી પોલિસને હાથે લાગ્યો ન હતો પરંતુ માંડવીના ખાખર ગામે એક બંધ અવાવરૂ ઘરમાં દારૂનો સંગ્રહ કરી રાખ્યો હતો જેથી પોલિસે દરોડો પાડતા 672 નંગ દારૂની બોટલ કિંમત 2.68 લાખનો કબ્જે કર્યો હતો. જો કે આરોપી ફરાર થઇ ગયા છે જેને ઝડપવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે પ્રૃથ્વીરાજસિંહ ઉર્ફે પથીયો હેતુભા જાડેજા સહદેવસિંહ ઉર્ફે સડો લાખુભા જાડેજા રધુવિરસિંહ જીલુભા જાડેજા અને કુલદિપસિંહ ઉર્ફે ભાણુભા ઝાલાએ આ માલ મંગાવ્યો હોવાનુ પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે.
નખત્રાણામાં વિશ્રામગૃહમાં કર્મીનો આપઘાત
નખત્રાણા વિશ્રામગૃહમા કામ કરતા એક કામદારે આજે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો મૃત્યુ પામનાર કાના રબારી આજે સવારે વિશ્રામગૃહમાં ફરજ પર હતો ત્યારે તેને સવારના સમય ગળફાંસો ખાઇ આપઘાત કર્યો હતો સારવાર માટે તેને હોસ્પિટલમા ખસેડાયો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો બનાવ સંદર્ભે નખત્રાણા પોલિસે વધુ તપાસ શરૂ કરી છે જો કે આપઘાતના આ કિસ્સાએ નખત્રાણામાં ભારે ચકચાર સર્જી હતી.
ગાંધીધામ કોર્ટે હત્યાના કેસમાં કુખ્યાત આરોપીને ફટકારી મૃત્યુ સુધી કેદની સજા
વર્ષ 2016ના ઓગસ્ટ માસમાં ગાંધીધામના વેપારી સચિન ઉર્ફે મૃત્યુજંય ધવલની 1 કરોડની ખંડણી માંગ્યા બાદ બંધુકના ભડાકે હત્યા કરવાના મામલે ઝડપાયેલા આ કેસના એકમાત્ર આરોપીને આજે કોર્ટે મૃત્યુ થાય ત્યા સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી આરોપી અફરોઝ અન્સારી અને તેના સાગરીતોએ પહેલા વેપારી પાસેથી ખંડણી માંગી હતી અને ત્યાર બાદ તેની જી.આઇ.ડી.સી વિસ્તારમાં જ હત્યા કરી પોલિસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા જો કે ત્યાર બાદ અન્ય ગુન્હામાં તે સંડોવણી સાથે જેલમાં હોવાનુ સામે આવતા પોલિસે તેનો કબ્જો મેળવ્યો હતો જે કેસ આજે ગાંધીધામ કોર્ટમા ચાલી જતા હત્યા સહિતના ગુન્હામા આરોપીને તકસીરવાન ઠેરવી ગાંધીધામ કોર્ટે આરોપીને મૃત્યુ સુધી જેલમાં રહેવાનો ચુકાદો આપ્યો હતો.