Home Crime માંડવીના સલાયામાં સલીમની નજીવી બાબતે હત્યા : ગ્રામજનોએ સલાયા બંધ રાખ્યુ

માંડવીના સલાયામાં સલીમની નજીવી બાબતે હત્યા : ગ્રામજનોએ સલાયા બંધ રાખ્યુ

4209
SHARE
માંડવી તાલુકાના સલાયા ગામે ગત સાંજે એક 6 વર્ષીય બાળકી અકસ્માતમા ઇજાગ્રસ્ત બન્યા બાદ આ બાબતે સમાધાન માટે મળેલી બેઠક બાદ ઉશ્કેરાયેલા 4 શખ્સોએ સલાયાના વહાણવટી આગેવાનના સંબધીની નિર્મમ હત્યા કરી નાંખી હતી. હત્યાના બનાવે માંડવી મરીન પોલિસને આખી રાત દોડતી રાખી હતી. બનાવ સદંર્ભે માંડવી મરીન પોલિસે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાની ફરીયાદ નોંધવા સાથે ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સમગ્ર ઘટનાક્રમ કંઈક એવો હતો કે માંડવીના સલાયા ગામના આગેવાન અબ્દુલ મજીદની કૌટુબીંક સંબધીની 6 વર્ષની પુત્રને એક બાઇક ચાલકે ટક્કર મારી ઇજાગ્રસ્ત બનાવી જે સંદર્ભે ભોગ બનનારના પરિવાજનોએ બાઇકનો પીછો કર્યો અને તેને શોધ્યો પણ ખરો પરંતુ ત્યાર બાદ બનાવ સંદર્ભે સલિમ ઇબ્રાહીમ ચૌહાણે અકસ્માત સર્જનાર અને તેની સાથેના અન્ય શખ્સોને ઠપકો આપતા મામલો બીચક્યો અને ઉશ્કેરાઇ જઇ ચાર શખ્સોએ સલીમ નામના યુવકની હત્યા કરી નાંખી સાહિલ ઇલીયાસ નામના યુવકે બાઇક વડે અકસ્માત કરી એક 6 વર્ષની બાળકીને ઇજાગ્રસ્ત બનાવ્યા બાદ સલીમ અને તેના પરિવારજનો અકસ્માત સર્જાયા બાબતે સમાધાન માટે ભેગા થયા હતા ત્યારેજ રજાક કાસમ આલા,મંજલો મુજાદ હુસૈન ભોલીમ સાહિલ ઇલિયાસ મોદી આદમ ઇસ્માઇલ મોદી અને આદમ ઇસ્માઇલ ભોલીમ નામના ચાર યુવાનો તેના પર તુટી પડ્યા હતા અને રજાક કાસમ આલાએ તેની છરી મારી તેની ઘાતકી હત્યા કરી નાંખી હતી. બનાવ સંદર્ભે માંડવી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

હત્યાના વિરોધમાં સલાયા ગામ આજે બંધ પોલિસનો ચુસ્ત બંદોબસ્ત 

સલાયા ગામમાં નજીવી બાબતે યુવકની થયેલી હત્યાના સલાયા ગામે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એક તરફ પરિવારજનોએ પોલિસ સમક્ષ ફરીયાદ સાથે આરોપી ઝડપાય તેવી માંગ કરી ત્યાર બાદ જનાજો કાઢવા માટેની વાત મુકી હતી. ત્યારે જાણવા મુજબ હાલ પોલિસે ચાર શખ્સોને આ મામલે રાઉન્ડઅપ કર્યા હોવાનુ સામે આવ્યુ છે. જો કે ઘટના દુખદ હોવાથી ગ્રામજનોએ આજે ગામ બંધ રાખી મૃતક યુવકની અંતીમયાત્રામાં જોડાવા સાથે ગામ બંધ રાખી ઘટનાનો વિરોધ કર્યો હતો તો ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવ્યો છે. જો કે યુવકની હત્યાથી સમગ્ર સલાયા ગામમાં શોકનો માહોલ છવાયો છે.