માંડવીના સલાયા ગામે અકસ્માત સર્જી એક બાળકીને ઇજા પહોંચાડ્યા બાદ સર્જાયેલા હત્યાકાંડમાં અંતે 3 શખ્સો પોલિસની ગીરફ્તમાં આવી ગયા છે. તારીખ 27ના સાંજે સલાયા ગામે આ બનાવ બન્યો હતો જેમાં એક બાઇક ચાલકે અકસ્માત સર્જયો અને તેના વિવાદ અને ત્યાર બાદ સમાધાન માટે ભેગા થયા બાદ ચાર શખ્સોએ સલીમ નામના યુવાનની છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાંખી જો કે ઘટનાના સલાયા ગામે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને ગામે બંધ પાડવા સાથે ખુન કરનાર શખ્સોને ઝડપી પકડવાની માંગ કરતા ગામમાં માહોલ તંગ બન્યો હતો અને પોલિસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. ત્યારે આજે માંડવી મરીન પોલિસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. અને હુમલામાં વપરાયેલ તમામ મુદ્દામાલ પણ રીકવર કર્યો છે. આજે સાંજે પોલિસ તેને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરશે ઝડપાયેલા શખ્સમાં રજાક કાસમ હાલા,હમીદ હુસૈન મોદી અને આદમ ઇસ્માઇલ ભોલીમની ધરપકડ કરી છે.
અકસ્માત સર્જનાર સગીર પોલિસ હવે કાર્યવાહી કરશે
સલીમની હત્યા કેસમાં કુલ ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાઇ હતી. જેમાંથી પોલિસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પરંતુ હજુ અન્ય એક શખ્સ પોલિસના હાથે ઝડપાયો નથી. પરંતુ પોલિસની પ્રાથમીક તપાસમાં તે શખ્સ સગીર હોવાનુ સામે આવ્યુ છે. તો ફરીયાદ મુજબ જે નથી પકડાયો તે સગીરેજ બાઇકથી અકસ્માત સર્જયો હતો જેથી પોલિસ હવે તેના વિરૂધ્ધ કાયદાના દાયરામાં કાર્યવાહી કરશે જો કે હાલ ત્રણ શખ્સોની ધરપકડ સાથે પોલિસે વધુ તપાસ શરૂ કરી છે.