Home Social સમર્પણ આશ્રમ પુનડી કચ્છ ખાતે ૧૫,૦૦૦ જેટલા ભાવિકોએ ગુરુવંદના કરી

સમર્પણ આશ્રમ પુનડી કચ્છ ખાતે ૧૫,૦૦૦ જેટલા ભાવિકોએ ગુરુવંદના કરી

2189
SHARE
ભુજ – માંડવી રોડ પર આવેલા પુનડી ખાતે આવેલા કચ્છ સમર્પણ આશ્રમમાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય મહાશિબિર યોજાઇ. આ મહાશિબિરમાં સમર્પણ પરિવારના દેશ-વિદેશમાંથી ૪,૦૦૦ જેટલા સાધકોએ ભાગ લીધો હતો. જેમાં સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પ્રવચનો, એમના સાનિધ્યમાં સામૂહિક ધ્યાન સહિતનું આયોજન કરાયું હતું . આ શિબિરના અંતિમ દિવસે કચ્છ, ગુજરાત અને સમગ્ર ભારતમાંથી ૧૫,૦૦૦ જેટલા ભાવિકોએ ગુરુવંદના કરી અને સદગુરુના દર્શનનો લાભ લીધો હતો.
ગુરુપૂર્ણિમા મહાશિબિરમાં સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યુ કે સમર્પણ ધ્યાન પરિવાર વિશ્વના સફળ વ્યક્તિઓનો સમૂહ છે.તમારે તેમાં સામેલ થવાનું છે. મનુષ્યમાં નાનું તથા મોટું એમ બે મગજ હોય છે જેમાં નાના મગજમાં ભૂતકાળ ની અસફળતા વિગેરે ભરાયેલું હોય છે.જ્યારે કે મોટા મગજ માં આત્મા ની શક્તિઓનો ભંડાર રહેલો હોય છે.જેના સુધી પહોચ્યા પછી સમાન્ય વ્યક્તિ દ્વારા પણ અસામાન્ય કાર્ય ઘટિત થઈ શકે છે.આ ઉપરાંત સ્વામીજીએ સમજાવ્યું કે પરમાત્મા એક વિશ્વ વ્યાપી ચેતના શક્તિ છે જે સર્વત્ર છે ,આપણી ભીતર પણ છે પરંતુ એનો અનુભવ ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી એટલું ભીતર ગયેલું મધ્યમ આપણાં જીવનમાં ન આવે.તથા સાધકો સાથે થયેલ પ્રશ્નોતરીમાં પૂજ્ય સ્વામીજીએ સમજાવ્યું કે આધ્યત્મિક પ્રગતિ માટે ભાવ હોવો આવશ્યક છે અને ભાવ વધારવા માટે વર્તમાનમાં રહેવું આવશ્યક છે જે નિયમિત ધ્યાનથી સંભવ છે . આ ઉપરાંત પૂજ્ય ગુરુમાંએ પોતાના પ્રવચનમાં કર્મના સિદ્ધાંતને સમજાવતી કથા દ્વારા બોધ કરાવ્યો કે આપનું જીવન પૂર્ણ થતાં પહેલા કર્મનું એકાઉન્ટ કિલયર કરવું જરૂરી હોય છે તથા એમણે કહયુ કે ખરાબ સમય આપણાં ખરાબ કર્મને કારણે જ આવે છે જો આપણે ચીતરૂપિ પાત્રને છિદ્રરહિત રાખી શકીએ તો ચૈતન્યનો સંગ્રહ થઈ શકે છે.
આયોજનને સફળ બનાવવા કચ્છ સમર્પણ આશ્રમ સમિતિના અધ્યક્ષ ડૉ. પ્રવીણ લિંબાણી, સમિતિ સદસ્યો શ્રી લૌકેશભાઈ જોશી, શ્રી વસંતભાઇ પટેલ, શ્રી હિતેન્દ્રસિંહ વાઘેલા, શ્રી દિવાકરભાઈ અંતાણી, શ્રી નરેન્દ્રભાઈ વોરા, શ્રી નિષાદભાઈ રાજગોર, શ્રી ધૈવત મહેતા, શ્રીમતી સીમાબેન જોશી, શ્રી વિનોદભાઇ આહીર, શ્રી મનુભા જાડેજા, શ્રી પ્રશાંત જોશી, શ્રી પ્રદીપ વૈષ્ણવ, શ્રી અશોક ચૌહાણ, શ્રી પ્રવીણ ચૌહાણ, શ્રી કૌશિક મહેતા, શ્રી બિપિન કપીલ, શ્રી સમીર જોશી, શ્રીમતી બિનલ રાયચૂરા,ગુરુપૂર્ણિમાં ધ્યાનયોગ મહાશિબિરના મીડિયા કન્વીનર શૈલેશભાઈ રૂડાણી સહિતના સભ્યો અને સાધકો સહયોગી બન્યા હતા.