હજુ થોડા સમય પહેલાજ ભુજના પધ્ધર નજીકથી બે કૌટુંબીક સગીર બહેનોને ભગાડી જનાર બે યુવાનોની મુન્દ્રા પોલિસે ધરપકડ કરી હતી ત્યારે આજે મુન્દ્રાનાજ ભુજપુર ગામેથી બે સગીરાઓના અપહરણકર્તાઓને મુન્દ્રા પોલિસે છેક જામનગરના ચંગા ગામની સીમમાં એક વાડીમાંથી ઝડપી પાડ્યા છે. ભુજપુર ગામે તારીખ 30ના રાત્રે આ બે યુવાનો ફરીયાદીની દિકરી તથા તેની સાથેની અન્ય એક સગીરાને ભગાડી લઇ ગયા હતા. જે બાબતે મુન્દ્રા પોલિસ મથકે અપહરણ સહિતની કલમો તળે સુરેશ રમેશ પટણી તથા પોપટ રણછોડ પટણી વિરૂધ્ધ સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવી હતી. ત્યારે મુન્દ્રા પોલિસે આ મામલે તપાસ કરતા અપહરણ કર્તા બન્ને યુવાનો સગીરા સાથે જામનગર નજીકના ચંગા ગામની સીમમાં કોઇ વાડીમા હોવાની બાતમી મળતા પોલિસની એક ટીમ ત્યા તપાસ કરવા માટે ગઇ હતી જેમાં સગીરાને ભગાડી જનાર બન્ને યુવાનો ત્યાથી મળી આવ્યા હતા. હાલ ભોગ નબનાર સગીરા અને બન્ને યુવાનોને મુન્દ્રા લવાયા છે. અને બાળકીનો કબ્જો તેના વાલીઓને સોંપાયો છે. અને બન્ને યુવાનોની પુછપરછ પોલિસે શરૂ કરી છે. તો પ્રાથમીક તપાસ બાદ સગીરાને ભગાડી જનાર યુવાનોએ તેની સાથે કોઇ જધન્યકૃત્ય કર્યુ છે કે નહી તેની પણ ઉંડાણ પુર્વક તપાસ કરશે એમ.એન.ચૌહણના માર્ગદર્શન હેઠળની ટીમે આ કાર્યવાહી કરી હતી.