છેલ્લા ઘણા સમયથી ભુજ નગરપાલિકા તેના વહીવટના કારણે ચર્ચામાં રહી છે. તેમાંયે લાંબા સમયથી ચીફ ઓફિસરનો મુદ્દો ગાજતો રહ્યો છે. જો કે, નવા હુકમ દ્વારા સરકારે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંદીપસિંહ ઝાલાને આપ્યો છે. સંદીપસિંહ ઝાલા અત્યારે માંડવીની સાથે હવે ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે નો હવાલો પણ સંભાળશે. મેહુલ જોધપુરા નો ચીફ ઓફિસર તરીકે નો સમયગાળો ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે. સદીપસિંહ ઝાલા અગાઉ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે સારી કામગીરી કરી ચુક્યા છે. સુત્રોનું માનીએ તો સંદીપસિંહ ને પરત લઈ આવવા માટે ધારાસભ્ય નીમાબેન આચાર્ય પ્રયત્નશીલ હતા. હવે ભુજ નગરપાલિકાના નવા પ્રમુખ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડો. રામ ગઢવી અને કારોબારી ચેરમેન ભરત રાણા સાથે તાલમેલ મેળવીને ભુજ શહેરના વિકાસ કાર્યો બરાબર પાર પાડવાનો પડકાર સદીપસિંહ ઝાલા સામે છે.