Home Crime રાજકોટની પરિણીત યુવતી સાથે FB દ્વારા ફ્રેન્ડશીપ કરી બ્લેકમેઇલ કરનાર કચ્છી યુવાન...

રાજકોટની પરિણીત યુવતી સાથે FB દ્વારા ફ્રેન્ડશીપ કરી બ્લેકમેઇલ કરનાર કચ્છી યુવાન ઝડપાયો

4694
SHARE
સોશ્યલ મીડીયા ના માધ્યમ થી યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ કરીને તેમની સાથે અંગત સબંધો કેળવી યુવતીઓને બ્લેકમેઇલ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજકોટની એક યુવાન પરિણીતા સાથે ફેસબુકના માધ્યમ થી ફ્રેન્ડશીપ કરી તેને બ્લેકમેઇલ કરવાના એક કિસ્સામાં પોલીસે ભચાઉના યુવાન ની ધરપકડ કરી છે. રાજકોટ પોલીસે આપેલી સતાવાર માહિતી અનુસાર ભચાઉના હિંમતપુરા વિસ્તાર માં રહેતા હરીશચન્દ્રસિંહ ઉર્ફે હરદીપસિંહ વાઘેલા નામના ૩૨ વર્ષીય યુવાને FB દ્વારા રાજકોટની પરિણીત યુવતી સાથે મિત્રતા કેળવી હતી. FB ના પર્સનલ ચેટ એકાઉન્ટમાં બન્ને વચ્ચે થતી વાતચીત દરમ્યાન હરિશચંદ્રસિંહે આ યુવતીનો વિશ્વાસ સંપાદન કરી તેના ઘેર રાજકોટ ગયો હતો. પરિણીત યુવતીના ઘેર જ ફ્રેન્ડશીપ ના નાતે તેના ફોટા પાડ્યા હતા. ત્યારબાદ તે યુવતીના નામનું ફેક FB એકાઉન્ટ ખોલીને તે યુવતીના પરિચિતોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આ યુવતીના ફોટાઓ કોમ્પ્યુટર દ્વારા એડિટ કરીને આ ફોટાઓ દ્વારા આ યુવતીના પતિને બદનામ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરવાની ધમકી આપીને મોટી રકમની માંગણી કરી હતી જેના પેટે ₹ ૫૦ હજાર મેળવી લીધા હતા. આ અંગે પોલીસ ફરિયાદ કરાતાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ઝડપી પગલાભરી રાજકોટ સાયબર સેલને તપાસ સોંપી હતી.

૫૦ થી પણ વધુ મહિલાઓ અને યુવતીઓ FB ફ્રેન્ડ

રાજકોટ પોલીસે ભચાઉના ઝડપાયેલા આરોપી યુવાન હરિશચંદ્રસિંહ ઉર્ફે હરદીપસિંહ બળવતસિંહ વાઘેલાની વધુ પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. હરિશચંદ્રસિંહ ની ૫૦ થી પણ વધુ મહિલાઓ અને યુવતીઓ સાથે તેની FB ફ્રેન્ડશીપ છે. હવે રાજકોટ પોલીસ આ મહિલાઓ અને યુવતીઓ પૈકી કોઈને પણ ભચાઉના હરીશચન્દ્રસિંહે બ્લેકમેઇલ તો નથી કર્યાને તેની તપાસ કરશે.