Home Current શરમ કરો શરમ કરો ભાજપ શરમ કરોના નારા સાથે મહિલાઓનો ભુજમાં હલ્લાબોલ 

શરમ કરો શરમ કરો ભાજપ શરમ કરોના નારા સાથે મહિલાઓનો ભુજમાં હલ્લાબોલ 

2864
SHARE
સરકાર ભલે તટસ્થ તપાસના દાવા કરતી હોય પરંતુ જેન્તીભાઇ ભાનુશાળીના દુષ્કર્મ મામલે સરકાર ભીંસમા આવી છે. આમતો કોગ્રેસ શરૂઆતથીજ આ મામલે ભાજપ પર નિશાન તાકી દુષ્કર્મકાંડને લઇને ગુજરાતમાં મહિલીઓની સુરક્ષાને લઇ સવાલો ઉભા કરી રહી છે. ત્યારે આજે ફરી કચ્છમાં મહિલા કોગ્રેસ દ્વારા મહિલાની સુરક્ષા અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીને લઇને ભાજપનો વિરોધ કર્યો હતો. ભુજના વાણીયાવાડથી શરૂ થયેલો વિરોધ જોતજોતામાં ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો હતો આમતો ગુજરાતના અનેક જીલ્લાઓમાં જેન્તીભાઇના દુષ્કર્મ અને ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઇને મહિલા કોગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો ત્યારે જેન્તીભાઇના હોમટાઉન કચ્છમાં પણ મહિલા કોગ્રેસે વિરોધનુ આયોજન કર્યુ હતુ જેમા વાણીયાવાડથી રેલી સ્વરૂપે ભાજપ કાર્યલય સુધી પહોંચી કોગ્રેસી મહિલાઓએ ભાજપ હાયહાયના નારા સાથે ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો. તો વિવિધ બેનરો સાથે મહિલા સુરક્ષા મુદ્દે પણ ભાજપ સરકારની નિષ્ફળતાના મુદ્દે આક્રોષ દર્શાવ્યો હતો. કોગ્રેસના આ વિરોધ્ધમાં કોગ્રેસના અન્ય હોદ્દેદારો અને આગેવાનો પણ જોડાયા હતા. તો ભાજપ કાર્યાલય સામે ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે રસ્તા પર બેસી ભાજપના બેનરને જોડાથી મારી મહિલાઓએ તેમનો ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો હતો. અને સરકાર મહિલાઓની ચિંતા સાથે પાર્ટીના બળાત્કારી આગેવાનો કાર્યક્રરો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી. અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા પણ સરકારને સુત્રોચાર સાથે સંદેશો પહોચાડ્યો હતો. જો કે ભાજપ હાયહાય સાથે ભાજપ બળાત્કારી પાર્ટી સહિતના સુત્રોએ ત્યાથી પસાર થતા લોકોને આકર્ષયા હતા.