એક તરફ કચ્છમાં નવા આવેલા આઇ.જી અને પુર્વ કચ્છના પોલિસવડા પણ બદલાતા દારૂ અને ગેરકાયેદસર પ્રવૃતિ કરતા તત્વો પર પોલિસ ધોંસ બોલાવી રહી છે. એક તરફ આર.આર.સેલ એ રાજસ્થનાથી કચ્છ આવતા લાખોના દારૂના જથ્થાને ઝડપ્યો તો બીજી તરફ લાંબા સમયથી પુર્વ અને પશ્ર્ચિમ કચ્છના અલગઅલગ દારૂના ગુન્હાઓમાં ફરાર કુખ્યાત શખ્સની પુર્વ કચ્છ એલ.સી.બીએ ધરપકડ કરી છે. અને વધુ તપાસ માટે ગાંધીધામ એ ડીવીઝન પોલિસ મથકે સુપ્રત કરાયો છે. ઝડપાયેલો પુના ભરવાડ મુળ રાપરનો વતની છે. અને 2015થી તેના વિરૂધ્ધ ગાંધીધામ એ ડીવીઝન પોલિસ ભુજ એ ડીવીઝન પોલિસ અને માનકુવા પોલિસ મથક સહિત કુલ 6 ગુન્હા નોંધાયેલા છે. પરંતુ તે તમામ ગુન્હામા ફરાર હતો આજે પુર્વ કચ્છ એલ.સી.બી.ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જ તેને બાતમી મળી હતી. કે પુના ભરવાડ ગાંધીધામ રેલ્વે સ્ટેશન નજીક પુલ નીચે ઉભો છે. જેથી પોલિસે છટકુ ગોઠવી તેને દબોચી લીધો હતો. જે.પી જાડેજા એલ.સી.બી પી.આઇના માર્ગદર્શન મુજબ ટીમે આ કાર્યવાહી કરી હતી. અને ત્યાર બાદ વધુ તપાસ માટે તેને ગાંધીધામ એ ડીવીઝન પોલિસને હવાલે કરાયો છે. 6 જેટલા દારૂના ગુન્હામાં લાંબા સમયથી ફરાર પુનો અંતે ઝડપાઇ ગયો છે.