Home Current રાજ્યની સાથે કચ્છમાં પણ બીન આરોગ્યપ્રદ પાણીપુરી પર ફુડ વિભાગની તવાઇ 

રાજ્યની સાથે કચ્છમાં પણ બીન આરોગ્યપ્રદ પાણીપુરી પર ફુડ વિભાગની તવાઇ 

1485
SHARE
રાજ્યના વિવિધ શહેરોમાં હાલ પાણીપુરી પર ફુ઼ડ એન્ડ ડ્રગ વિભાગ અને મહાનગરપાલિકાઓ દ્વારા ચેકીંગ હાથ ધરી પાણીપુરી બંધ કરવા સહિતની કાર્યવાહી થઇ રહી છે. તો ક્યાંક અખાદ્ય એવા જથ્થાનો નાશ પણ કરાઇ રહ્યો છે. ત્યારે આજે કચ્છમા પણ ફુડ વિભાગે તવાઇ બોલાવી હતી ભુજ ફુડ એન્ડ ડ્રગ વિભાગ અને ગાંધીધામ પાલિકા ફુડ વિભાગે સયુંકત રીતે ગાંધીધામની મુખ્ય બઝાર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. અને પાણી બટેટા અને ચટણી સહિતની અખાદ્ય વસ્તુઓ મળતા તેનો નાશ કર્યો હતો. ફુડ એન઼્ડ ડ્રગ વિભાગે 24 જેટલા સ્થળો પર આવુ ચેકીંગ હાથ ધર્યુ હતુ. અને જ્યાં ફુડસેફટીને ધ્યાને લઇ પાણીપુરીનુ વેંચાણ નતુ કરાતુ ત્યા જરૂરી સુચનો સાથે વસ્તુઓનો નાશ પણ કર્યો હતો. 24 સ્થળોએ તપાસ દરમ્યાન 10કિ.લો બટેટાનો માવો 5 લીટર કલર વાળી ચટણી અને 40 લીટર કલરયુક્ત પાણીનો જથ્થો આ તપાસ દરમ્યાન મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો હતો.

ભુજમાં તપાસ ક્યારે? નિયમોનુ પાલન તો થાય છે. પરંતુ સ્વચ્છતા જળવાય છે?

આમતો રાજ્યભરમાં પાણીપુરીને લઇને હાલ મહાભારત ચાલી રહ્યુ છે. સોશિયલ મીડીયા પર પણ પાણીપુરી છવાયેલી છે. તે વચ્ચે રાજ્યભરમાં આવા દરોડાઓ અને સેફ્ટીના પાલન માટે કાર્યવાહી થઇ રહી છે. ત્યારે ભુજમા ભલે પાલિકા પાસે પુરતી ફુડસેફ્ટી ટીમ ન હોય પરંતુ કડક કાર્યવાહી સાથે હેન્ડગ્લોઝ અને શુધ્ધતા માટે પાલિકાએ પણ સુચનો કર્યા હતા જે પાલન થાય છે. પરંતુ શુ તેને બનાવતી વખતે સ્વચ્છતાનુ ધ્યાન રખાય છે.? જો કે આ અંગે ફુડ વિભાગના અધિકારી શ્રી શેખનો સંપર્ક કરતા તેઓએ ટુંક સમયમાં ભુજ સહિત સમગ્ર કચ્છમાં આવી કાર્યવાહી થશે તેમ જણાવ્યુ હતુ.

રાજ્યભરમાં પાણીપુરી મુદ્દે ચાલતો કડકાટ કચ્છ સુધી પહોચ્યો છે.

ચટપટ્ટી પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પાણીપુરીમાં ભેળસેળ અને અખાદ્યતાના અનેક પુરાવા ફુડ વિભાગની કાર્યવાહી દરમ્યાન મળ્યા છે. ત્યારે હવે જોવુ એ રહ્યુ કે માત્ર કાર્યવાહી કરી ફુડ વિભાગ સંતોષ માને છે. કે તેના કાયમી નિયમના પાલન માટે ફુડ વિભાગ કોઇ કડક કાર્યવાહી કરે છે?