Home Crime હાશ..આર્મી જવાનની હથીયાર સાથે ગુમ થયેલી બેગ અંતે મળી

હાશ..આર્મી જવાનની હથીયાર સાથે ગુમ થયેલી બેગ અંતે મળી

2823
SHARE
એક તરફ બોર્ડર પર તણાવ પુર્ણ સ્થિતી અને બીજી તરફ દેશમાં આંતકી હુમલાના સતત મળી રહેલા ઈન્પુટ વચ્ચે ભુજ આર્મીના એક જવાનની ગઇકાલે AK-47 અને આર્મીના યુનીફોર્મ સાથેની બેગ ટ્રેનમાંથી ચોરાઇ જતા કચ્છ બોર્ડર રેન્જની મહત્વની એજન્સી સહિત રેલવે પોલિસની ટીમ દોડતી થઇ હતી જો કે ટુંકી તપાસ બાદ આર્મી જવાનની ચોરાયેલી બેગ ગાંધીધામ રેલ્વે સ્ટેશન નજીકથીજ મળી આવી છે પંજાબ બટાલીયન ભુજના લાન્સ નાયક રણજીતસિંગ એનીવેશન કોમ્પીટીશનમાથી પરત ફરી રહ્યા હતા ત્યારે સયાજીનગરી ટ્રેનના કોચમાંથી તેની બેગ ચોરાઇ ગઇ હતી આજે વિવિધ ટીમની શોધખોળ બાદ રેલ્વે પોલિસને બેગ શોધવામાં સફળતા મળી છે.

બેગ ગાંધીધામ બસ સ્ટેશન પાછળ બિનવારસુ મળી

અમદાવાદ રેલ્વે પોલિસ સહિત વિવિધ એજન્સીઓ મામલો દેશની સુરક્ષાને લગતો હોઇ આ બનાવની તપાસમા જોડાયો હતો અને ગાંધીધામ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમા પોલિસે સર્ચ હાથ ધર્યું હતુ ત્યારે ગાંધીધામ બસ સ્ટેશન પાછળથી એક સીમેન્ટની કુંડીમાં એ બેગ બિનવારસુ મળી આવી હતી જેને અમદાવાદ રેલ્વે પોલિસે કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ રેલ્વેના પોલિસવડા અને કચ્છના પુર્વ પોલિસવડાએ આ કેસનો ભેદ ઉકેલવા વિવિધ ટીમ બનાવી હતી. જવાનોના સ્વાંગમાં દેશ પર આંતકી હુમલાની ઓપરેન્ડી એ કોઇ નવી વાત નથી તેમાય કચ્છ એ બોર્ડર જીલ્લો છે ત્યારે સુરક્ષા એજન્સીએ હથીયાર અને સેના યુનીફોર્મ ચોરી થઇ જવાની ઘટનાને ગંભીરતાથી લીધી હતી જો કે અંતે તમામને હાશ થઇ હતી કે તમામ વસ્તુ સુરક્ષીત મળી આવી જો કે હજુ એ તપાસ પણ બાકી છે કે ટ્રેનમાંથી સામાનની ચોરી કરી અહી બેગ કોણ છોડી ગયુ જેની તપાસ પણ એજન્સી કરશે.