Home Current દુષ્કાળની દસ્તક વચ્ચે કચ્છને રાહત: ટપ્પર ડેમમાં ફરી નર્મદાના વધામણા

દુષ્કાળની દસ્તક વચ્ચે કચ્છને રાહત: ટપ્પર ડેમમાં ફરી નર્મદાના વધામણા

1509
SHARE
એક તરફ કચ્છમાં વરસાદ લંબાયો છે. તો બીજી તરફ કચ્છના મધ્યમ સિંચાઇના તમામ ડેમો તળીયા જાટક છે. તેવામાં સ્વાભાવીક રીતે જ પશુપાલકો અને ખેડુતો સાથે આમ નાગરીકોમાં પણ હવે શુ થશે તેવી ચિંતા હોય..જો કે મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત મુજબ આજથી નર્મદા દ્વારા ટપ્પર ડેમ ભરાવાનુ શરૂ કરાયુ છે. આમતો આ પહેલા પણ કચ્છની પાણીની જરૂરીયાત પુર્ણ કરવા માટે સરકારે નર્મદાના પાણીથી ટપ્પર ડેમમાં પાણીનો સંગ્રહ કરી કચ્છની પાણીની જરૂરીયાત પુર્ણ કરી હતી. પરંતુ અત્યારે જ્યારે રાજ્યના અન્ય જીલ્લાઓની સરખામણીએ કચ્છમાં ઓછો વરસાદ છે. ત્યારે પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે આજથી ટપ્પર ડેમ ભરવાનુ શરૂ કરાયુ છે. ટપ્પર ડેમમાં GWIL અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અંદાજીત 500 મીલીયન ઘન મીટર પાણીનો સંગ્રહ કરાશે જે 90 દિવસ ચાલે તેવી સંભાવના અધિકારીઓએ વ્યક્ત કરી હતી. આજથી શરૂ થયેલુ પાણી સંગ્રહનુ કાર્ય 17થી21 દિવસ ચાલે તેમ છે. અને ત્યાર બાદ કચ્છને 90 દિવસ સુધી દૈનીક 100એમ.એલ.ડી પાણીનો જથ્થો મળશે તેવુ GWIL ના મેનેજર સી.બી.ઝાલા અને પાણી પુરવઠાના અધિકારી એલ.જે.ફફલ એ જણાવ્યુ હતુ.

કચ્છને પ્રતિદિન 100 એમ.એલ.ડી પાણી મળશે 

કચ્છમાં પાલિકા દ્વારા ભલે લોકલ સોર્સ ઉભા કરાયા હોય પરંતુ વાસ્તવિક્તા એ છે. કે કચ્છ સંપુર્ણ રીતે પીવાના પાણી માટે નર્મદા પર આધારીત છે. ત્યારે નર્મદાનુ પાણી કચ્છને ન મળે તેવી સ્થિતીમાં ટપ્પર ડેમ કચ્છ માટે ઉપયોગી સાબિત થાય છે. ત્યારે 2002 બાદ તેની પાણી સંગ્રહ શક્તિ વધારાઇ છે. આ પહેલા વડાપ્રધાનના હસ્તે ટપ્પર ડેમ ભરવાનુ આયોજન કરાયુ હતુ અને ફરી એજ રીતે ટપ્પર ડેમ ભરી કચ્છની પાણીની જરૂરીયાત પુર્ણ કરાશે કચ્છને ટપ્પર ડેમ મારફતે પ્રતિદિન 100 એમ.એલ.ડી પાણી મળશે જે પુર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ અને પશ્ર્ચિમ કચ્છના માંડવી,ભુજ,લખપત સહિતના દરેક તાલુકા મથકની પાણીની જરૂરીયાત પુર્ણ કરવા વપરાશે.કચ્છમાં આમતો નર્મદાનુ પાણી પણ લાઇન મારફતે પહોંચે છે. પરંતુ ટપ્પર ડેમ મારફતે વધારાનુ પાણી મળી રહે અને કચ્છમાં પાણીની વિકટ સ્થિતી ન થાય તે માટે ચાલુ વર્ષે ત્રીજી વાર ટપ્પર ડેમ ભરવાનુ કામ સરકારે શરૂ કર્યુ છે. ચોક્કસ કચ્છની વસ્તી અને પશુધનની સરખામણીએ આ જથ્થો કદાચ પુર્ણ ન થાય અને વરસાદ પડે તેવી પુરી શક્યતા અને આશા છે. પરંતુ જો વરસાદ ન પડે તો પણ કચ્છમાં પાણીની કટ્ટોકટ્ટી ટપ્પર ડેમ થકી નહી સર્જાય તે નક્કી છે.