કચ્છમા કાયદેસર અને ગેરકાયદેસર હથીયારો સાથે ફરવાનુ ગન કલ્ચર વધી રહ્યુ છે અને તે વચ્ચે વધુ એક શખ્સ માંડવીના મંઉ નજીકથી SOG એ એક દેશી બનાવટની બંદુક અને બે જીવતા કારતુસ સાથે ઝડપ્યો છે ભુજ SOG ની ટીમ નાઈટ પેટ્રોલીંગમા હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી હતી કે મંઉ ગામના રૂતુરાજસિંહ ભુપતસિંહ જાડેજા ગેરકાયદેસર હથીયાર સાથે કારમા જઇ રહ્યો છે જેથી પોલિસે તેની ઝડતી લેતા તેની પાસેથી એક ગેરકાયદેસર બંદુક અને બે કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો તેની પુછપરછમાં તેને આ બંદુક એક મહિના પહેલા ભુજના ભાનુશાળી નગરમા રહેતા નરેશ ખીમજી ભાનુશાળીએ રાખવા માટે આપી હોવાની કેફીયત આપી છે ઝડપાયેલા યુવાન પાસેથી ગેરકાયદેસર હથીયાર એક કાર અને મોબાઇલ સહિત 15.30 લાખના મુદ્દામાલ જપ્ત કરાયો છે વધુ તપાસ માટે ગઢશીસા પોલિસના હવાલે કરાયો છે ઇન્ચાર્જ પી.આઇ જે.એમ.આલના માર્ગદર્શન મુજબ ટીમે કાર્યવાહી કરી હતી.