Home Current રાવલવાડીથી પાણીનો કકડાટ નગરપાલિકા પહોચ્યો : પાણી આપો પાણી આપોની માંગ સાથે 

રાવલવાડીથી પાણીનો કકડાટ નગરપાલિકા પહોચ્યો : પાણી આપો પાણી આપોની માંગ સાથે 

1125
SHARE
એક તરફ રાજ્ય સરકાર વિવિધ ડેમોમાં નર્મદાના પાણી ઠાલવી શહેરની પાણી સમસ્યા દુર કરવા મથી રહી છે. બીજી તરફ પુરતુ પાણી હોવા છંતા ભુજમાં ચોક્કસ વિસ્તારોમાં નિયમીત પાણી મળતુ નથી તેવી ફરીયાદ છે. તે વચ્ચે ગઇકાલ રાતથી પાણી મુદ્દે થઇ રહેલો વિરોધ આજે ભુજ નગરપાલિકા સુધી પહોચ્યો હતો. ગઇકાલે રાત્રે આજ મુદ્દે મહિલાઓ રણચંડી બની હતી. અને પીવાના પાણી જેવી પ્રાથમીક જરૂરીયાત પણ પાંચ દિવસથી પુર્ણ ન થતા વિરોધ સાથે નગરપાલિકા પાણીના ટાંકા પાસે પહોંચી હતી. અને સુત્રોચાર સાથે પાણીના ટેન્કરો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો. જો કે યોગ્ય ખાતરી મળતા મહિલાઓએ વિરોધ પડતો મુક્યો હતો પરંતુ આજે સવારે ફરી આજ મુદ્દે મહિલાઓ ભુજ નગરપાલિકા પહોચી હતી અને પોતાનો રોષ કારોબારી ચેરમેન સમક્ષ ઠાલવ્યો હતો તો આ વિરોધમાં કોગ્રેસ પક્ષ પણ જોડાયો હતો અને વિપક્ષી નેતાએ પણ લોકોની સમસ્યાના ઉકેલ માટે પાલિકા સત્તાધીશોને રજુઆત કરી હતી. હાઉસીંગ સોસાયટી રાવલવાડીમાં લાંબા સમય બાદ એક તો લાભાર્થીઓને મકાન તો મળ્યા છે. પરંતુ પ્રાથમીક સુવિદ્યા નિયમીત મળતી નથી. જો કે પાલિકા સત્તાધીશોએ ટુંક સમયમા તેમની પાણીની સમસ્યા ઉકેલની ખાતરી આપી છે. પરંતુ સ્થાનીક મહિલાઓએ આજે મોટી સંખ્યામાં પાલિકા કચેરી દોડી આવી હતી અને તેમની વ્યથા ઠાલવવા સાથે જો આગામી સમયમાં પણ તેમની સમસ્યા નહી ઉકેલાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. જો કે ભુજ નગરપાલિકા માટે આ નવુ નથી. ગઇકાલે પણ દુષીત પાણી વિતરણના પગલે પણ પાલિકામાં મોરચો આવ્યો હતો.