Home Crime દાડમના ખેતરે પહોંચે તે પહેલાજ દેશલપર નજીક 6 ને મળ્યું મોત 3...

દાડમના ખેતરે પહોંચે તે પહેલાજ દેશલપર નજીક 6 ને મળ્યું મોત 3 ગંભીર ઘાયલ 

3758
SHARE
કચ્છ માટે રવિવારનો દિવસ ગોઝારો રહ્યો હતો. એક તરફ આડેસર નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો તો બીજી તરફ ભુજ તાલુકાના દેશલપર નજીક છકડાને ટ્રકે ટક્કર મારતા 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. હાલ ટ્રક ચાલક ફરાર છે. જેને શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. છકડામાં કુલ 9 લોકો સવાર હતા જે દાડમના ખતેરે માનકુવાથી અંગીયા જવા નિકળ્યા હતા. પરંતુ ખેતરે પહોંચે તે પહેલાજ મોતને ભેટ્યા હતા. અકસ્માતના પગલે પોલિસના ઉચ્ચ અધિકારીઓને કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો આસપાસના ગામના લોકો પણ ટોળા સ્વરૂપે મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોચ્યા હતા ઘટનાને પગલે આસપાસના ગામોમાં શોક ફેલાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ્યારે ત્રણ લોકો સારવાર માટે ભુજ પહોંચે તે પહેલાજ રસ્તામાં દમ તોડ્યો હતો. મૃતકો તમામ માનકુવા ગામના અલગ અલગ વિસ્તારોમાં રહે છે. અને તમામ લોકો અંગીયા ગામે દાડમના ખેતર પર કામસર જતા હતા અકસ્માતમાં પ્રાથમીક રીતે ટ્રક ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હોવાનુ પોલિસનુ માનવુ છે. અને માનકુવા પોલિસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના નામ રિશીયાલ સોમીયાલ રાજપુત,અનોખેલાલ ધનીરામ રાજપુત,જમનાસિંગ મેવારામ રાજપુત,શાન્તીલાલ નટવર પટેલ,સુલ્તાક મુસા ચાકી અને રીયાઝ જુમ્મા ચાકીનો સમાવેશ થાય છે. ટ્રક છોડી ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે માનકુવાથી સફર શરૂ કરી અગીયા જવા માટે છકડો નિકળ્યો હતો પરંતુ તે તેની અંતીમ સફર રહી હતી જો કે અકસ્માતમા છકડાના ડ્રાઇવરને ઇઝા પહોંચી હતી. જેની ફરીયાદ લઇ પોલિસે તપાસ શરૂ કરી છે. જો કે અકસ્માત એટલો ગંભીર હતો કે ફસાયેલી ટ્રક અને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં પણ મુશ્કેલી સર્જાઇ હતી.