Home Crime હવે ઓનલાઈન ચીટીંગ,સોશ્યલ મીડિયામાં મહિલાઓને પરેશાન કરનારાઓ વિરુદ્ધ કચ્છ પોલીસનો ગાળીયો થશે...

હવે ઓનલાઈન ચીટીંગ,સોશ્યલ મીડિયામાં મહિલાઓને પરેશાન કરનારાઓ વિરુદ્ધ કચ્છ પોલીસનો ગાળીયો થશે સખત

1637
SHARE
સમયની સાથે ગુનાખોરીમાં આવી રહેલા પરિવર્તન સામે મોડે મોડે પણ ગુજરાત પોલીસ સજ્જ થઈ રહી છે. વર્તમાન સમયે સોશ્યલ મીડીયા દ્વારા ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવે રેન્જ કક્ષાએ સાઇબર ક્રાઈમ સામે કાનૂની ગાળીયો સખત બનાવવાના ખાસ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ થઈ રહ્યા છે. એના ભાગ રૂપે સરહદી કચ્છ રેન્જ નીચે આવતા ચાર પોલીસ જિલ્લા પાટણ, બનાસકાંઠા, પૂર્વ ઉકચ્છ અને પશ્ચિમ કચ્છ નું સંયુક્ત સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભુજ મધ્યે રેન્જ આઈજી ડી.બી. વાઘેલાએ ખુલ્લું મૂક્યું હતું. આમ કચ્છમા સંપૂર્ણકક્ષાનું સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પ્રથમ વખત જ કાર્યરત થયું છે.

હવે સોશ્યલ મીડીયા દ્વારા થતા ગુનાઓ સામે પોલીસ આ રીતે કરશે કામ

સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ની કામગીરી વિશે આઈજી ડી. બી. વાઘેલાએ પત્રકારોને આપેલી માહીતી પ્રમાણે હવે થી ઓનલાઈન ચિટીંગના કે પછી ફોન દ્વારા ATM ના નંબર લઈને થતા બેંક ફ્રોડ ના ગુનાઓ સામે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી શકશે. આ ઉપરાંત સોશ્યલ મીડીયા માં ફેસબૂક કે વ્હોટ્સએપ્પ અને અન્ય માધ્યમો થી મહિલાઓ સાથેની કલીપીંગ્સ ઉતારવી, વાયરલ કરવી, ગંદી ચેટ કરવી ,મોર્ફ કરેલા ફોટાઓ દ્વારા બ્લેકમેઇલ કરવું આવા અનેક કિસ્સાઓમાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આરોપીઓ સુધી પહોંચશે. સરહદી કચ્છ જિલ્લામાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતી ચેટ કે ફોટાઓ વાયરલ કરવાના કિસ્સાઓ, પાકિસ્તાની સીમ કાર્ડ વાપરવાના કિસ્સાઓમાં પોલીસ સાઇબર સેલ દ્વારા અસરકારક કામગીરી કરી શકશે. ઝીરો નંબર વડે ગમે રાજ્યના ગમે તે પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ નોંધાવી શકાશે. એ જ રીતે સાઇબર સેલ પોલીસ સ્ટેશન રાજ્યના તમામ જિલ્લા ની ડીએસપી કચેરીઓ તેમ જ એલસીબી પોલીસ સ્ટેશન સાથે સંપર્ક અને સંકલન રાખી કામ કરશે. આમ, સાઇબર ક્રાઈમને અંકુશમાં લેવા રાજ્ય સરકાર અને રાજ્યનું પોલીસદળ સજ્જ થઈ ગયું છે.