નહીં નફો નહીં નુકશાન સહિત સલામત સવારીના ઉદેશ્ય સાથે સમયને અનુરૂપ ST તંત્ર બદલાવ સાથે મુસાફરોની સુવિધામાં ભલે વધારો કરી રહ્યું હોય પરંતુ ખુદ STના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને લડતના મૂડમાં છે નિગમના વિવિધ માન્ય સંગઠનોએ આગામી દિવસોમાં પોતાની માંગણીઓ સાથે અલગ અલગ કાર્યક્રમો યોજીને સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે રાજ્યની સાથે કચ્છના સંગઠનો પણ આ લડતમાં જોડાયા છે રાજ્યના સંગઠન દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અને સૂચીમાં ST માં મુકાયેલી GPS સિસ્ટમનો યોગ્ય ઉપયોગ ન થવાને બદલે કર્મચારીઓ પર દબાવ સહિત, ખાનગી કરણ જેવી બાબતો અને મેઇન્ટેનન્સ જેવા મુદ્દાઓને લઈને યુનિયનોએ 15 જેટલા મુદ્દાઓ આગળ ધરીને 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમ્યાન કાળી પટ્ટી, સૂત્રોચ્ચાર સહિત રામધૂન જેવા કાર્યક્રમો આપીને વિરોધ દર્શાવશે, એક તરફ ST નિગમ બસ ડેપો થી માંડીને વાહનોમાં સુવિધાઓ વિકસાવી પ્રવાસીઓને આરામદાયક અને સંતોષજનક સુવિધાઓ આપવા સક્રિય બન્યું છે ત્યારે બીજી તરફ આ જ નિગમના હાથ પગ એવા કર્મચારીઓ નિગમની રીતિ નીતિથી નારાજ છે ત્યારે લાંબા સમયથી ચાલી રહેલી સંગઠનોની આ માંગણીઓ અને લડત સામે સરકારે પણ યોગ્ય અભિગમ અપનાવવો પડશે નહીંતર ખાનગી કરણના આ દોરમાં સરકારી સુવિધાઓ માંગણીઓ અને લડત વચ્ચે પ્રાઇવેટ વાહન સંચાલકોને વધુને વધુ પ્રેરક બળ મળશે એ હકીકત છે, જોકે છેલ્લા ઘણા સમયથી પ્રાઇવેટ વાહન ચાલકો પણ પોતાની મોનોપોલી સાથે સફળ વ્યવસાય કરી રહ્યા છે ત્યારે હરીફાઈના આ યુગમાં સરકારે પણ ગંભીર બની યોગ્ય કરવું જોઈએ એ પણ સમયની માંગ છે.