Home Crime ભચાઉના મોટી ચિરઇ નજીક અકસ્માત : પટેલ યુવકનુ કમાકમાટી ભર્યુ મોત 

ભચાઉના મોટી ચિરઇ નજીક અકસ્માત : પટેલ યુવકનુ કમાકમાટી ભર્યુ મોત 

2633
SHARE
ભચાઉના ભવાનીપર વિસ્તારનો પાટીદાર યુવાન આજે ભચાઉથી ગાંધીધામ જઇ રહ્યો હતો ત્યારેજ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાનનુ ઘટના સ્થળેજ મોત થયુ હતુ. ભવાનીપર ગામનો હાર્દિક નરભેરામ પટેલ આજે બપોર બાદ ગાંધીધામ કામસર નિકળ્યો હતો પરંતુ ભચાઉના મોટી ચિરઇ પુલ પર આગળ જઇ રહેલા ટ્રેલર સાથે તેની બાઇક પાછળથી ભટકાઇ હતી જેમાં હાર્દીકનુ ઘટના સ્થળેજ મોત થયુ હતુ. 19 વર્ષીય પટેલ યુવાનના મોતથી ભચાઉમાં ગમગીની છવાઇ ગઇ છે. ભચાઉ પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલ ભચાઉ પોલિસ મથકેથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ યુવકની બાઇક ટ્રેલરમાં ટકરાઇ હતી જેમા યુવાનનુ મોત થયુ છે.