Home Social હવે કચ્છમાં આકર્ષણ જમાવશે નરેન્દ્ર મોદીની ફિલ્મ-રવિવારે ભુજમાં શો

હવે કચ્છમાં આકર્ષણ જમાવશે નરેન્દ્ર મોદીની ફિલ્મ-રવિવારે ભુજમાં શો

2016
SHARE
ગુજરાતના મુખ્યપ્રધાન પદ થી ભારતના વડાપ્રધાન પદે પહોંચેલા નરેન્દ્ર મોદી આજે દેશ-વિદેશમાં સૌથી વધુ ચર્ચામાં રહેતા રાજકીય નેતા છે. સ્વાભાવિક રીતે જ તેમનું વ્યક્તિત્વ બાળકો, યુવાનો, મહિલાઓ અને વયસ્કો સહિત સૌને આકર્ષે છે. સામાન્ય પરિવારમાં થી આવતા નરેન્દ્ર મોદી પોતાના જીવનમાં અનેક ચડાવ, ઉતાર અને સંઘર્ષ વેઠીને આગળ વધીને દેશનું સુકાન સંભાળી રહ્યા છે. ત્યારે તેમના જીવન ના વિવિધ પાસા વિશે જાણવાની ઈચ્છા સૌ કોઈને હોય તે સ્વાભાવિક છે. ત્યારે સાંસદ વિનોદ ચાવડાના પ્રયત્નો થી કચ્છ માં નરેન્દ્ર મોદી ઉપરની ફિલ્મના એક જાહેર શો નું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ માં રવિવારે તા/૧૨ ઓગસ્ટના સાંજે ૬ વાગ્યે હિલગાર્ડન મધ્યે જાહેર જનતા માટે નિઃશુલક યોજાનાર આ શોર્ટ ફિલ્મ નરેન્દ્ર મોદી ના બાળપણ થી પ્રેરીત છે. ન્યૂઝ4કચ્છ ના માધ્યમ થી આ પ્રેસનોટ દ્વારા સાંસદ વિનોદ ચાવડાએ ‘ચલો જીતે હૈ’ નામની આ શોર્ટ ફિલ્મ નિહાળવા સૌને જાહેરઅપીલ કરી છે. આ શોર્ટ ફિલ્મની થીમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ છે કે “બસ વહી જીતે હૈ, જો અપને લિયે નહીં, દુસરો કે લીયે જીતે હૈ”.