Home Crime રાજુ રબારીની હત્યાના વિરોધના અતીરેકમા વિડીયો વાયરલ કરનાર શખ્સ ભુજ એલ.સી.બીના હાથે...

રાજુ રબારીની હત્યાના વિરોધના અતીરેકમા વિડીયો વાયરલ કરનાર શખ્સ ભુજ એલ.સી.બીના હાથે ઝડપાયો 

7292
SHARE
મહેસાણામાં ગૌ સેવક રાજુ રબારીની હત્યાના સમગ્ર ગુજરાતમા ઘેરા પ્રત્યાધાત પડ્યા છે કચ્છના વિવિધ તાલુકાઓમા આવેદન સહિત ન્યાયીક તપાસની માંગ સાથે રબારી સમાજ રસ્તા પર ઉતર્યો હતો ત્યારે કચ્છના એક યુવાને તેની હત્યાના વિરોધમાં એક વીડીયો વાયરલ કરેલો જે વિડીયો મામલે તે કાનુની સંકજામા આવ્યો છે મુળ માંડવી તાલુકાના ધોડાલખ ગામના રાણા મુરા રબારીનો ગઇકાલે એક વીડીયો વાયરલ થયો હતો જેમાં તેણે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને ધમકી અને ગાળો આપી હતી તો કોમી વૈમનસ્ય સર્જાય તેવી ટીપ્પણી પણ અન્ય સમાજ વિરૂધ્ધ કરી હતી જે વિડીયો ધ્યાને આવ્યા બાદ તમામ એજન્સીઓ આ મામલે ગંભીર બની હતી ગઇકાલે રાત્રે માનકુવા પોલિસ મથકે રાણા મુરા રબારી અને તેના અન્ય એક સાથી સારંગ રબારી સામે આઇ.પી.સી કલમ 153-એ,506(2),504 અને 114 મુજબ બન્ને વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી જે પૈકી આજે ભુજ એલ.સી.બીએ રાણા રબારીની ધરપકડ કરી તેના એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે જો કે રાજુ રબારીની હત્યા બાદ જાતીવાદી વિવાદો વચ્ચે પોલિસે વધુ વિગતો આપવાનુ ટાળ્યુ હતુ પરંતુ તેણેે વીડીયો બનાવ્યા બાદ ક્યાં અપલોડ કર્યો અને કોને કોને મોકલ્યો તે અંગે પોલિસે તપાસ શરૂ કરી છે યુવાને આ વીડીયો કુરબઇ ગામની સીમમાં બનાવ્યો હતો જેમાં તેણેે રાજુ રબારીની હત્યાનો વિરોધ કરવા સાથે ચોક્કસ સમાજના લોકો વિરૂધ્ધ જાતીવાદી ઝેર ઓક્યુ હતુ તો નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને ધમકી આપવા સાથે તેના વિરૂધ્ધ પણ અભદ્ર ભાષા પ્રયોગ કરી એ વીડીયો વાયરલ કર્યો હતો.