Home Crime SOGએ ગાંધીધામથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપ્યો

SOGએ ગાંધીધામથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપ્યો

1286
SHARE
એક તરફ કચ્છ હાલ હેરોઇન જેવા જથ્થાની હેરફેરને લઇને ચર્ચામાં છે ત્યાં પુર્વ કચ્છ SOGએ ગાંધીધામના ખોડીયારનગર ઝુંપડા સથવારાવાસ માંથી એક શખ્સની 2.120 કિગ્રા કિંમત રૂપીયા 12,720 સાથે ઝડપી પાડ્યો છે આરોપી જુમા ઇબ્રાહીમ રાયમા ભચાઉ વાડીની ધરપકડ કરી છે વ્યવસાયે છકડા ડ્રાઇવર એવો શખ્સ રહેણાકના મકાનમાં સેટી પંલગમા આ જથ્થો રાખી બેઠો હતો જેને SOGએ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ કરી SOG એ ગાંધીધામ એ ડીવીઝન પોલિસને વધુ તપાસ માટે સુપ્રત કર્યો છે.