Home Crime ભચાઉના છાડવાડા ગામે જુગારના પડ પર પોલિસ ત્રાટકી 9 શખ્સો લાખોના મુદ્દામાલ...

ભચાઉના છાડવાડા ગામે જુગારના પડ પર પોલિસ ત્રાટકી 9 શખ્સો લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા

1792
SHARE
આમતો કચ્છમા શ્રાવણી જુગારના પડ વહેલા મંડાઇ ગયા હતા પરંતુ શ્રાવણની શરૂઆત સાથે જુગારની મૌસમ પુર બહાર ખીલી હોય તેમ અંજાર. ગાંધીધામ નખત્રાણા સહિત અનેક જગ્યાએ પોલિસ જુગારીઓ પર ધોંસ બોલાવી રહી છે તેવામાં ગત રાત્રે ભચાઉના છાડવાડા ગામની સિમમા પોલિસ ત્રાટકી હતી અને જાહેરમાં જુગારમા રમતા 9 શખ્સોને લાખો રૂપીયાની રોકડ સહિત 9.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ઇન્ચાર્જ પી. આઇ એસ.જે.ભાટીયાને બાતમી મળી હતી કે ભચાઉના છાડવારા ગામની સીમમા જુગાર રમાઇ રહી છે અને દરોડો પાડતા 9 શખ્સો 2.52 લાખ રોકડ 13 મોબાઇલ અને 6.40લાખના વાહનો સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

જુગાર રમતા ઝડપાયેલા શકુની શિષ્યો

(1) હુસૈન ઈસા કુંભાર રહે. રાપર
(2) રાજેશ જીવણ કોલી
(3)રામજી રણછોડ આહિર
(4)મહેન્દ્દ રાયમલ મઢવી રહે. રાપર
(5)હિરા જખ્ખુ સુથાર. આબંલીયારા
(6)કિશોરસિંહ બટુકસિંહ જાડેજા
(7)અશ્ર્વિનસિંહ લાખુભા જાડેજા
(8)આજેન્દ્રસિંહ સોઢા રાપર
(9)પ્રકાશપુરી લાલપુરી ગોસ્વામી
જોકે, જુગાર રમાડતા ભાવેશ બાબુલાલ મારાજ (સામખિયાળી) અને ગુલામ ઉર્ફે ગુલી (શિકારપુર) નાસી છૂટ્યા હતા.