15 મી ઓગસ્ટના દિવસે ગાંધીધામ નજીક આવેલી હોટલ પર ઉભેલા ટ્રક ડ્રાઇવર પાસેથી લુંટ ચલાવનાર ત્રણ શખ્સો અંતે પોલિસના હાથે ઝડપાઇ ગયા છે. મુળ રતલામ મધ્યપ્રદેશનો ટ્રક ડ્રાઇવલર વિરૂ કમલ બલોચ તેના ટેન્કર પાસે ઉભો હતો ત્યારેજ ત્રણ અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા. મોબાઇલ ફોનની લુંટ ચલાવી બાઇક પર ફરાર થઇ ગયા હતા. જે બાબતે ગાંધીધામ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાયા બાદ એ ડીવીઝન પોલિસે ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોની આ મામલે ધરપકડ કરી છે. અને લુંટમા ગયેલ ફોન સહિત લુંટમા વપરાયેલ બાઇક સહિતનો 40,000નો મુદ્દામાલ પોલિસે કબ્જે કર્યો છે. એ ડીવીઝન પોલિસે આ મામલે અકરમ સિદ્દીક બુટા,અબસીલ હુસન જંગીયા,મુબારક આમદ નાગડાની આ મામલે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. અને અગાઉ આવી કોઇ હાઇવે પર લુંટને અંજામ આપ્યો છે. કે નહી તે દિશામા તપાસ શરૂ કરી છે.