Home Crime ભુજીયા ડુંગર પર યુવાનને લુંટનાર ત્રણ ઝડપાયા : પોલિસપુત્રનો દારૂ ઝડપાયો :...

ભુજીયા ડુંગર પર યુવાનને લુંટનાર ત્રણ ઝડપાયા : પોલિસપુત્રનો દારૂ ઝડપાયો : લાયજામાં યુવતીઓની છેડતીનો મામલો પોલિસ મથકે નોંધાયો

2386
SHARE

ભુજીયા ડુંગર પર સ્ત્રી મિત્ર સાથે ફરવા આવેલા યુવાન લુંટનારા ઝડપાયા

ભુજીયા ડુંગર ઉપર પદ્ધરના યુવાનને છરીને અણીએ લૂંટી લેવાયાની ફરિયાદ પર બી ડીવીઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ભુજના ત્રણ ઈસમોની ધરપકડ કરી છે પોલીસે બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલી એફઆરઆઈની વિગતો આપતાં જણાવ્યું હતું કે, પદ્ધરના ભરત રવીજ ખુગલા (આહીર) નામનો રર વર્ષીય યુવાન ગઇકાલે તેના મિત્ર સાથે ત્યાં ફરવા ગયો હતો. ત્યારે છરીની અણીએ રૂ.એક હજાર લૂંટી લેવાયા હતા લૂંટનો ભોગ બનેલા ભરતે ફરીયાદમાં જણાવ્યુ હતુ કે ફીરોઝ બીલાલ સીધીક, મોહીન રજાક નોડે, અબ્દુલ શકુર અલીમામદ ખત્રી અને ઈરફાન લોહાર નામના ઈશમોએ લુંટના બનાવને અંજામ આપ્યો હતો જે આધારે બી ડીવીઝન પોલિસે ત્રણ ઈસમોને પકડી પાડ્યા છે. જ્યારે ફરાર ઇરફાન લોહારને ઝડપવા પોલિસે તજવીજ હાથ ધરી છે.

સુખપરમાં જુગાર રમતી 7મહિલા 8 પુરૂષ ઝડપાયા 

ભુજ એલ.સી.બી પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળેલી કે, સુખપરગામે જુનાવાસમાં શ્રધ્ધા એપાર્ટમેન્ટની કિષ્નાબેન વા/ઓ કેશવગરી ગોસ્વામી પોતાના રહેણાક મકાનમાં બહાર થી જુગાર રમવા માટે ખેલીઓ બોલાવી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે રેડ કરતા *(૧) ક્રિષ્નાબેન વા/ઓ કેશવગીરી ગોસ્વામી, ઉ.વ.૩૮, ધંધો ઘરકામ, રહે.સુખપર જુનાવાસ, તા.ભુજ (ર) નખતસિંહ ઉર્ફે નટુભા ભુરૂભા સોઢા, ઉ.વ.૩૪, ધંધો ડ્રાઇવીંગ, રહે.સુખપર સોઢાવાસ, તા.ભુજ (૩) યામીન ઉર્ફે મહમદ અબ્દુલ હાલા, ઉ.વ.રર, ધંધો મજુરી, રહે.સુખપર કોલીવાસ, તા.ભુજ (૪) ફિરોજ શેરમહમદ રાઉમા, ઉ.વ.રર, ધંધો મજુરી, રહે.સાંતલપુર રાઉમાવાસ, તા.સાંતલપુર, જી.પાટણ (પ) ઇમરાન મામદ રાયમા, ઉ.વ.ર૧, ધંધો ડ્રાઇવીંગ, રહે.સુખપર જુનાવાસ, તા.ભુજ (૬) સાવન રસીકપુરી ગોસ્વામી, ઉ.વ.ર૯, ધંધો ડ્રાઇવીંગ, રહે.કૈલાશનગર, મંગલમની પાછળ, ભુજ (૭) ઓસમાણ આમદ જત, ઉ.વ.૧૯, ધંધો મજુરી, રહે. સુખપર જુનાવાસ, તા. ભુજ (૮) મુકતારહુસેન અબ્દુલ રજાક સુમરા, ઉ.વ.૩૫, ધંધો ડ્રાઇવીંગ, રહે. આત્મારામ સર્કલ પાસે, જુની બકાલી કોલોની, ભુજ (૯) નરેન્દ્ર ખીમજીભાઇ પરમાર, ઉ.વ.૧૯, ધંધો મજુરી, રહે. સુખપર, તા.ભુજ (૧૦) રંજનબા વા/ઓ ચતુરસિંહ સોઢા, ઉ.વ.૩૩, ધંધો ઘરકામ, રહે. નવાવાસ, સુખપર, તા.ભુજ (૧૧) ભારતીબા વા/ઓ ઉદયસિંહ ચુડાસમા, ઉ.વ.૩૬, ધંધો ઘરકામ, રહે. નવાવાસ, સુખપર, તા.ભુજ (૧ર) રેખાબેન કિર્તીભાઇ સોની, ઉ.વ.૩૪, ધંધો ઘરકામ, રહે. સુખપર, તા.ભુજ (૧૩) ગંગાબેન વા/ઓ નારણભાઇ ચાવડા, ઉ.વ.૪૫, ધંધો ઘરકામ, રહે. જુનાવાસ સુખપર, તા.ભુજ (૧૪) રસીલાબેન ડો/ઓ નથુભાઇ લોંચા, ઉ.વ.૩૦, ધંધો ઘરકામ, રહે. જુનાવાસ સુખપર, તા.ભુજ (૧પ) જયોતી ડો/ઓ નથુભાઇ લોંચા, ઉ.વ.૨૦, ધંધો ઘરકામ, રહે. જુનાવાસ સુખપર, તા.ભુજ વાળાઓને રોકડા રૂા.૭ર,૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨૦, કિં.રૂા. રપ,૫૦૦/- ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા. ૦૦/- એમ કુલ્લે રૂપિયા ૯૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે* મળી આવેલ હોય તમામ વિરૂધ્ધ માનકુવા પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પોલિસપુત્રનો દારૂનો જથ્થો ઝડપાયો આરોપી ફરાર 

પોલિસ પુત્ર કુલદિપસિંહ લખપતસિંહ ઝાલા રહે.જુની રાવલવાડી તા.ભુજ વાળો * પોતાના કબ્જાની સીલ્વર કલરની કવોલીસ કાર નં.જી.જે.૦૧.એચ.ડી.૭૫૬૩ વાળીમાં ભચાઉ તરફ થી ઇગ્લશી દારૂ ભરી ભુજ તરફ આવતો હોવાની મળેલી બાતમીના આધારે એલ.સી.બીએ કવોલીસ કારમાંથી અલગ અલગ નાની મોટી ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૭૩૫, કિ.રૂ.૧,૪૧,૭૫૦/-નો તથા કવોલીસ કારની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-એમ કુલ્લે રૂા.૪,૪૧,૭૫૦/-ના મુદામાલ ઝડપી પાડ્યો છે. આ સબંધે પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે નવાઇ વચ્ચે પોલિસપુત્ર કાર છોડી નાશી જવામાં સફળ રહ્યો હતો. જેને શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.

માંડવીના લાયજામાં યુવતીઓની છેડતી મુદ્દે અંતે પોલિસે ફરીયાદ 

માંડવી કોલેજમાં અભ્યાસ કરતી મોટા લાયજા ગામની 7 યુવતી સાથે એસ.ટી બસમાં મુસાફરી દરમ્યાન છેડછાડ સહિત મારામારી કરનાર આઠ યુવાનો સામે માંડવી પોલિસ મથકે અંતે ફરીયાદ નોંધાઇ છે. આમતો લાંબા સમયથી મુસાફરી દરમ્યાન યુવતીઓની છેડતી થતી હતી. પરંતુ ગઇકાલે આ મામલે 2 યુવકોએ છેડતી સાથે વચ્ચે પડેલા એક મુસ્લિમ યુવાનને માર મારતા મામલો ગરમાયો હતો અને દલિત યુવતીઓએ આ મામલે પરિવારને જાણ કર્યા બાદ મામલો ગરમાયો હતો અને ત્યાર બાદ આઠ યુવકો ભરત વિશ્રામ ગઢવી,નારાણ ગઢવી,શંભુ ગઢવી,હરેશ ગઢવી,રામ ગઢવી,,ગોવિંદ લધા ગઢવી,નારાણ ગઢવી,મોહન ગઢવી, વિરૂધ્ધ IPC 143,147,149,143,323,504,506(2) સહિતની કલમો તળે ફરીયાદ નોંધાવી છે. જે મામલે માંડવી પોલિસે આગળની તપાસ હાથ ધરી છે.